ETV Bharat / city

સામાન્ય પરીવારની દીકરીએ ધોરણ 12 સાયન્સના પરિણામમાં માર્યું મેદાન - Standard 12 Science Result Announced

આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર (Standard 12 Science Result Announced) કરવામાં આવ્યું છે. જામનગરમાં કુલ 5 વિદ્યાર્થીઓ a1 ગ્રેડ સાથે પાસ થયા છે. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સામાન્ય પરિવારમાંથી આવી રહ્યા છે.

સામાન્ય પરીવારની દીકરીએ ધોરણ 12 સાયન્સના પરિણામમાં માર્યું મેદાન

author img

By

Published : May 22, 2022, 8:07 PM IST

જામનગર : આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર (Standard 12 Science Result Announced) કરવામાં આવ્યું છે. જામનગરમાં કુલ 5 વિદ્યાર્થીઓ a1 ગ્રેડ સાથે પાસ થયા છે. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સામાન્ય પરિવારમાંથી આવી રહ્યા છે. ખાસ કરીને બ્રિલીયન્ટ સ્કુલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી શિતુના પિતા કારખાનામાં મજૂરી કામ કરે છે. જોકે વિદ્યાર્થી ખૂબ ટેલેન્ટ હોવાના કારણે બ્રિલીયન્ટ સ્કુલના મેનેજર અશોક પટેલએ વિદ્યાર્થીની તમામ ફી માફ કરી દીધી હતી. જેના કારણે આ વિદ્યાર્થીએ સમગ્ર જામનગર જિલ્લામાં ડંકો વગાડ્યો છે. જામનગર જિલ્લામાં પ્રથમ નંબરે ધોરણ 12 પાસ કર્યું છે.

સામાન્ય પરીવારની દીકરીએ ધોરણ 12 સાયન્સના પરિણામમાં માર્યું મેદાન

આ પણ વાંચો: વિદ્યાર્થીઓને જુદા જુદા કોર્ષની જાણકારી હેતું રાજ્ય સરકારે કર્યું સેમિનારનું આયોજન

શિતુએ જામનગર અને તેના પરિવારનું ગૌરવ વધાર્યું : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 99.96 પીઆર સાથે એ-1 ગ્રેડ મેળવી સોનગ્રા શિતુ શૈલેષભાઇએ જામનગર તથા તેના પરિવારનું ગૌરવ વધાર્યું છે. મજૂરીકામ કરતાં શૈલેષભાઇની પુત્રી શિતુએ જણાવ્યું હતું કે, તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે ફી ભરવી પણ મુશ્કેલ હતી. આમ છતાં તેમના પરિવારે તેને હિંમત આપી અને શાળાના વિશેષ સહકારથી તેણે આ ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. વિજ્ઞાન પ્રવાહ માટે શાળામાં એકપણ રૂપિયાની ફી ન ભરી હોવાનું પણ તેણે જણાવ્યું હતું.

જામનગરમાં 5 વિદ્યાર્થીઓ a1 ગ્રેડ સાથે પાસ થયા

આ પણ વાંચો: Green Coconut : કલ્પવૃક્ષની ખેતી કોના માટે બની રહી છે દુષ્કર, જાણો અમારા વિશેષ અહેવાલમા...શિતુએ MBBSમાં જવાની ઇચ્છા દર્શાવી : આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં જાત મહેનત અને અભ્યાસ પ્રત્યેની રૂચિથી શિતુએ ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. તેને ફિઝિક્સમાં 96, કેમેસ્ટ્રિમાં 96 તથા બાયોલોજીમાં 97 ગુણ મેળવ્યા હતાં. ગુજકેટમાં ફિઝિક્સમાં 40માંથી 40 ગુણ અને બાયોલોજીમાં 36.25 ગુણ મેળવ્યા છે. શાળા ઉપરાંત ઘરે 3-4 કલાક મળી દરરોજ સરેરાશ 13 થી 14 કલાક વાંચન કરનાર શિતુએ MBBSમાં જવાની ઇચ્છા દર્શાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.