- જામનગર ટાઉનહોલમાં જામ્યુકોની સામાન્સ સભા યોજાઇ હતી
- જામનગર શહેરની પાર્કિંગ પોલિસીને બહુમતથી મંજૂર કરવામા આવી
- વિરોધ પક્ષે જનરલ બોર્ડમાં ભ્રષ્ટાચારને લઈ ભારે હોબાળો મચાવ્યો હતો
જામનગરઃ જામનગરમાં ટાઉનહોલ (Jamnagar Townhall) ખાતે જામનગર મહાનગરપાલિકાની (Jamnagar Municipal Corporation)સામાન્સ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્સ સભામાં શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે તું તું મે મે થઈ હતી. વિરોધ પક્ષે સામાન્સ સભામાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબહેન કોઠારી (Mayor Binabahen Kothari )જનરલ બોર્ડ નોક આઉટ કરી ચાલ્યા ગયા હતા.
કૉંગ્રેસનો વિરોધ, લગાવ્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ
ઉલ્લેખનીય છે કે જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા પાર્કિંગ પોલીસી (Parking Policy Resolution )વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.જોકે વિરોધ પક્ષે જનરલ બોર્ડમાં ભ્રષ્ટાચારને લઈ ભારે હોબાળો મચાવ્યો હતો.
જનરલ બોર્ડમાં ભારે ધમાલ
મહત્વનું છે કે જનરલ બોર્ડમાં માત્ર એક જ ખરાબ હતું પાર્કિંગ પોલીસીની હતો. જનરલ બોર્ડમાં પાર્કિંગ પોલીસી ઠરાવને સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો છે.વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી, કોર્પોરેટર આનંદ રાઠોડ, જેનબ ખફી ,અસ્લમ ખિલજીએ ભ્રષ્ટાચારને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો.
આ પણ વાંચોઃ કડકડતી ઠંડીની વચ્ચે ભવનાથ મંડળના સાધુ-સંતોએ ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી
આ પણ વાંચોઃ કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલે જૂનાગઢની લીધી મુલાકાત, પાટીદાર સમાજ અને ડ્રગ્સ મુદ્દે આપ્યું નિવેદન