જામનગરઃ જામનગરના ધારાસભ્ય અને રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલ કોરોના સંક્રમિત (Agriculture Minister Raghavji Patel's health) થતા તેમની તબિયત વધુ લથડતાં (Raghavji Patel hospitalized ) તેમને અમદાવાદમાં યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં છે. જોકે કૃષિપ્રધાન રાઘવજી પટેલની તબિયત સ્થિર હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. શ્વાસની તકલીફ હોવાના કારણે તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં (Ahmedabad U N Mehta Hospital) લઇ જવામાં આવ્યા છે. જોકે અહી તેમની તબિયત સ્થિર હોવાના સમાચાર છે.
રાઘવજી પટેલ બીજી વખત કોરોનાગ્રસ્ત બન્યા
કૃષિપ્રધાન રાઘવજી પટેલ છેલ્લા પાંચ દિવસથી હોમ આઇસોલેટ હતાં. જોકે તાવ શરદી ઉધરસ સાથે શ્વાસની તકલીફ વધતા વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાયા છે. બીજી લહેર વખતે પણ રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થયાં હતાં. તો ત્રીજી લહેર વખતે પણ (Agriculture Minister Raghavji Patel's health) કોરોના થયો છે. જો કે આ વખતે તબિયત વધુ લથડતા સારવાર માટે યુ એન મહેતા હોસ્પિટલમાં (Raghavji Patel hospitalized ) ખસેડાયાં છે.
આ પણ વાંચોઃ જામનગરમાં સાંસદ, ધારાસભ્ય બાદ કૃષિપ્રધાન રાઘવજી પટેલ કોરોના પોઝિટિવ
હાલત સ્થિર હોવાની માહિતી મિત્રોએ આપી
રાઘવજી પટેલનું (Raghavji Patel hospitalized ) મિત્રવર્તુળ જણાવી રહ્યું છે કે રાઘવજી પટેલની (Ahmedabad U N Mehta Hospital) હાલની તબિયત સ્થિર છે. તેઓની ડોક્ટરની સલાહ પ્રમાણે સારવાર આપવામાં આવી રહી છે અને થોડા સમયમાં તેઓ લોકોની વચ્ચે ફરી આવશે અને સક્રિય કામગીરી કરશે.