જામનગર: શહેરમાં 41મી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય હકુભા જાડેજા પણ શિવ શોભાયાત્રામાં જોડાયા હતા. જોકે શિવ શોભાયાત્રા દરમિયાન સાંસદ પૂનમ માડમે શિવજીને વ્હાલું ડમરુ વગાડી આરાધનામાં લીન થયા હતા.
જામનગરમાં 41મી શોભાયાત્રા જામનગર શહેરમાં 41મી શોભાયાત્રા શહેરના જુદા જુદા રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. તમામ રાજમાર્ગ ઉપર શિવ શોભા યાત્રામાં જોડાયેલા લોકોને ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વિવિધ જગ્યાએ સેવાભાવી લોકોએ ભગવાન શિવજીના ચિત્રો તેમજ મૂર્તિનું પણ સ્થાપન કર્યું હતું.
આ પણ વાંચોઃ ICAI New Chairman: CA બિશન શાહ બન્યા ICAI અમદાવાદ બ્રાન્ચના ચેરમેન
શિવને વહાલું ડમરુ વગાડી આરાધનામાં લીન
જામનગર તેમજ દેવભૂમિ દ્વારકાના સંસદ પૂનમ માડમ( Parliament Poonam Madam)શોભાયાત્રા દરમિયાન એક જગ્યાએ ભગવાન શિવને વહાલું ડમરુ વગાડી આરાધનામાં લીન થયા હતા. આમ પણ જામનગરને છોટા કાશી કહેવામાં આવે છે કારણ કે જામનગરમાં 100થી વધુ ભગવાન શિવજીના મંદિરો છે ત્યારે જામનગરવાસીઓમાં ભગવાન શિવ પ્રતિ અનોખી લાગણી પણ જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ Ukraine Russia war: પોલેન્ડ આજે પણ ભારતનું ઋણ ભૂલ્યું નથી, વિઝા વિના વિદ્યાર્થીઓને પરવાનગી