જામનગરઃ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં (Jamnagar Weather News) સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારેથી અતિ ભારે પવન ફુંકાય તેવી શક્યતા (Possibility of a cyclone in Jamnagar) છે. જે અનુસંધાને જામનગર, બોટ એસોસિએશન દ્વારા તમામ બોટોને દરિયાકિનારે પરત લાવવા માટેની કામગીરી (operation to bring back the fishermen started) શરૂ કરાઇ હતી. આજરોજ બેડી બંદર ખાતે 350 જેટલી બોટો લગાવવામાં આવી છે.
જામનગરમાં 40થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાઇ રહ્યો છે પવન
તો જે માછીમારો દરિયો ખેડી રહ્યાં છે તેઓને પણ સૂચના (Jamnagar Weather News) આપવામાં આવી છે કે તેઓ જે તે નજીકના સ્થળે પહોંચે અને સંભવિત વાવાઝોડું હોવાના કારણે બોટોને પણ ભારે નુકસાન થાય તેવી શક્યતા છે. જામનગર શહેરમાં પણ ભારે પવન ફૂંકાઇ (Possibility of a cyclone in Jamnagar) રહ્યો છે તો દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે માછીમારોએ તમામ બોટો બેડી બંદર (Bedi Port Boat Association) ખાતે લંગારી દીધી છે.
આ પણ વાંચોઃ Corona In Jamnagar : જામનગર જિલ્લા જેલમાં કોરોનાનો પગ પેસારો, 17 કેદીઓ પોઝિટિવ
બોટ એસો.પ્રમુખે શું કહ્યું?
બેડી બંદર બોટ એસો.ના (Bedi Port Boat Association) પ્રમુખ યુસુફ માલમે જણાવ્યું કે સરકારે જે આદેશ આપ્યો છે તેનું માછીમારો ચુસ્ત પાલન કરી રહ્યા છે. તમામ બોટ ને બેડી બંદર ખાતે લવાઈ છે અને હજુ પણ જે માછીમારો દરિયામાં છે તેને મેસેજ (Possibility of a cyclone in Jamnagar) આપવામાં આવ્યો છે.ખાસ કરીને માછીમારોની બોટને કોઈ નુકશાન ન થાય તે માટે અગાઉથી જ સૂચના આપવામાં આવી છે. માછીમારો પણ નિયમનું પાલન કરી રહ્યા છે. દરિયામાં ત્રણ દિવસ સુધી કરંટ (Jamnagar Weather News) રહેશે. જોકે અગાઉના વાવાઝોડામાં અનેક મોટો દરિયામાં ડૂબી જવાની ઘટના પણ બની છે ત્યારે માછીમારોને કોઈપણ જાતનું નુકસાન ન થાય તે માટે અગાઉથી જ પ્લાનિંગ કરવામાં આવ્યું છે.