ETV Bharat / city

જામનગરમાં લોકો કોરોનાને લઇ કેટલા જાગૃત..... જુઓ રિયાલિટી ચેક..

જામનગરની મુખ્ય બજાર ગણાતી બર્ધન ચોકમાં આંશિક લોકડાઉનમાં રાહત મળતા લોકો ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

જામનગરની બજારમાં લોકો માસ્ક વિના ફરી રહ્યા છે

author img

By

Published : May 22, 2021, 2:24 PM IST

  • જામનગરની બજારમાં લોકો માસ્ક વિના ફરી રહ્યા છે
  • રાજ્ય સરકાર દ્વારા અવાર-નવાર લોકોને કરવામાં આવી રહી છે અપીલ
  • માસ્ક ન પહેરવા બાબતે લોકો બતાવી રહ્યા છે બહાના

જામનગર: રાજ્યમાં લોકડાઉનના કેસોમાં ઘટાડો થયો છે. છતાં પણ લોકોમાં જાગૃતતા આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા અવાર-નવાર લોકોને અપીલ કરવામાં આવી રહી છે. જો કે છતાં પણ લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા હોવાની ઘટનાઓ બની રહી છે. જેના કારણે સંક્રમિત થવાની શક્યતાઓ વધી રહી છે.

માસ્ક ન પહેરવા બાબતે લોકો બતાવી રહ્યા છે બહાના

આ પણ વાંચો: આંશિક રાહત બાદ જામનગરમાં પાન મસાલાની દુકાનો શરૂ

માસ્ક ન પહેરીને બનાવી રહ્યા છે જુદા-જુદા બહાના

જો કે માસ્ક પહેર્યા વિના બજારમાં આંટાફેરા કરતા અનેક લોકો જોવા મળી રહ્યા છે. ETV Bharat દ્વારા જે લોકો માસ્ક વિના બજારમાં જોવા મળ્યા તેને પૂછવામાં આવ્યું તો અવનવા બહાના બનાવી રહ્યા છે.

માસ્ક ઘરેથી લેતા ભૂલી ગયા એટલે માસ્ક પહેર્યું નથી, તો અમુક લોકો તો અડધું માસ્ક પહેરીને ફરતા જોવા મળી રહ્યા છે. જામનગર પથકમાં કોરોનાના કેસ તો ઘટ્યા છે, છતાં પણ લોકો હજુ પણ બેદરકારી દાખવી રહ્યા છે.

આ પણ વાંચો: જામનગરમાં છ દિવસ બાદ રસીકરણ ફરી શરૂ, શહેરીજનોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ

વેપારીઓ ગ્રાહકોને કોવિડ ગાઈડલાઈનનું કરાવી રહ્યા છે પાલન

જો કે વેપારીઓ દ્વારા ગ્રાહકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિશે માહિતી આપવામાં આવે છે. છતાં પણ ગ્રાહકો બેદરકારી દાખવે છે. જેના કારણે કોરોનાના સંક્રમિત કેસો ફરીથી માથું ઊચકે તેવી શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.