ETV Bharat / city

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાંથી અજમાના નવા ભાવ બહાર પડ્યા, મગફળીની 20,000 ગુણીની આવક

author img

By

Published : Dec 2, 2020, 5:30 PM IST

સમગ્ર ગુજરાતમાં અજમાનું મુખ્ય માર્કેટ ગણાતા જામનગર માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે સીઝનમાં કુલ 1 લાખ ગુણી અજમાની આવક થઇ હતી. હરાજીમાં અજમાનો ભાવ રૂ.2400 થી 3750 રહ્યો હતો. ચાલુ વર્ષે સારા વરસાદના કારણે માર્કેટ યાર્ડમાં અજમાની રેકોર્ડબ્રેક આવક અને ભાવનો આશાવાદ ખેડૂતોએ વ્યકત કર્યો છે.

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાંથી અજમાના નવા ભાવ બહાર પડ્યા

• હરાજીમાં પહેલા દિવસે 20 કિલો અજમાના રૂપિયા 3301 થી 4001 ભાવ
• હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની 20,000 ગુણીની આવક
• 7689 મણ કપાસની આવક
• નવી મગફળી વેચવા યાર્ડની બહાર 200 વાહનોની લાંબી લાઈનો

જામનગર: જામનગર માર્કેટીંગ યાર્ડ રાજયભરમાં અજમાનું મુખ્ય હબ છે. આ કારણોસર રાજયમાં જામનગર યાર્ડમાંથી અજમાના ભાવ બહાર પડે છે. માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે નવા અજમાના ભાવ ગત વર્ષની સીઝન કરતા ખેડૂતોને વધુ મળ્યા છે. આ વર્ષે હરાજીમાં 20 કિલો અજમાના રૂ. 3301 થી 4001 ઉપજ્યા છે. જ્યારે ગત વર્ષે સીઝનમાં અજમાની 1 લાખ ગુણી આવી હતી તેમજ રૂ. 2400 થી 3750નો ભાવ રહ્યો હતો.

વાહનોની લાંબી લાઈનો લાગી

નવી મગફળી વેચવા યાર્ડની બહાર 200 વાહનોની કતાર લાગતા 5 કલાકમાં મગફળીની 20,000 ગુણીની આવક થઇ છે. જ્યારે 614 ખેડૂતો આવતા જુદી-જુદી જણસની કુલ 5916 ગુણી આવી છે. જેમાં કપાસની 7689 મણ આવકનો સમાવેશ થાય છે. જામનગર યાર્ડમાં સ્થાનિક ખેડૂતો ઉપરાંત અમરેલી, ભાવનગર, ઉના, મોરબી સહિતના શહેરોમાંથી ખેડૂતો અજમો વેચવા આવે છે. ચાલુ વર્ષે નવા અજમાની આવક શરૂ થઇ હતી. પ્રથમ દિવસે જ 40 મણ અજમાની આવક થઇ હતી. હરાજીમાં 20 કીલો અજમાના રૂ.3301 થી 4001 નો ભાવ ઉપજયો હતો. જે ગતવર્ષની સીઝન કરતા વધુ છે.

અડદ, ચણા, એરંડા, તલની પણ મબલખ આવક બીજી બાજુ સાંજે 4 થી રાત્રીના 9 સુધી મગફળીની આવક શરૂ કરવામાં આવી હતી. જેના કારણે યાર્ડની બહાર 200 વાહનોની કતાર જોવા મળી હતી. યાર્ડમાં ફકત 5 કલાકમાં 20000 ગુણી નવી મગફળીની આવક થઇ હતી. સોમવારે 614 ખેડૂત આવતા જુદી-જુદી જણસોની 19018 મણ આવક થઇ હતી. આ વખતે જામનગર પંથકમાં સારા વરસાદના લીધે હાપા માર્કેટયાર્ડમાં અજમાની રેકોર્ડ બ્રેક આવક શરૂ થઈ છે. જામનગર માર્કેટ યાર્ડમાં ચાલુ વર્ષે મગફળી અને કપાસની આવક સાથે અન્ય જણસોની આવક પણ વધી છે. સોમવારે એક દિવસમાં યાર્ડમાં અડદની 1047, ચણાની 1540, એરંડાની 2958, તલની 1505, લસણની 1272, જીરૂની 2055 મણ આવક થઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.