કોરોના પછી મ્યુકરમાયકોસિસનુ ઇન્ફેંકશન વધ્યુ
અમદાવાદ સિવિલમાં તાબડતોબ 2 વોર્ડ ઉભા કરવામાં આવ્યા
અત્યારે 67 દર્દીઓ સારવાર હેઠળ
અમદાવાદ: કોરોનાની મહામારી બાદ હવે કોરોના પછી મ્યુકરમાયકોસિસનો રોગ ફેલાઇ રહ્યો છે. જેમાં સૌથી વધુ વૃધ્ધાઓ અડફેટે ચડી રહ્યા છે. મ્યુકમાયકોસિસ રોગની વાત કરવામાં આવે તો તે એક ફુંગથી થતો રોગો છે જેમાં કોરોનાના દર્દી વધુ પ્રમાણમાં ઓક્સિજન પર રહ્યા હોય અને સૌથી ઓછી રોગપ્રતિકારક શક્તિ હોય તેઓને આ રોગની સંભાવના વધુ રહેલી છે.
અમદાવાદ સિવિલમાં 2 વોર્ડ ઉભા કરાયા
અમદાવાદ સિવિલમાં મ્યુકરમાયકોસિસ રોગની બાબતે અને અમદાવાદ સિવિલની કામગીરી બાબતે સુપ્રિટેન્ડટ જે.વી. મોદીએ ટેલિફોનીક વાતચિતમાં જણાવ્યુ હતું કે, અમદાવાદ સિવિલ ખાતે બે વોર્ડ તાત્કાલિક ઘોરણે ઉભા કરવામાં આવ્યા છે. જેમાં અત્યારે 67 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. ઉપરાંત આ બે વોર્ડમાં કુલ 92 જેટલા બેડ સાથેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
મ્યુકરમાયકોસિસ કોરોનાથી થાય છે તે જરૂરી નથી
જે.વી. મોદીએ જણાવ્યુ હતું કે, આ રોગ ફક્ત કોરોના પછી જ થાય છે તે જરૂરી નથી. પહેલા પણ આ રોગના દર્દીઓ આવતા હતા, પરંતુ આ વર્ષએ કોરોના સંક્રમણ બાદ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે અને જે દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, જે દર્દીઓને ઓવર ડાયબિટીસ હોય, બ્લડ પ્રેશર ઘરાવતા દર્દીઓને આ રોગ થવાની સંભાવના વધુ હોય છે. જ્યારે આ બિમારીમાં મોટાભાગે વૃધ્ધાઓને વધુ થયો હોવાનુ તારણ પણ સામે આવ્યુ છે.
યુવાનોને આ રોગની સંભાવના ઓછી
સિવિલ હોસ્પીટલના સુ્પ્રિટેન્ડ જે.વી. મોદીએ જણાવ્યું હતું કે, આ રોગ ઉમરલાયક વ્યક્તિને થવાની સંભાવના વધુ હોય છે. જ્યારે યુવાનોમાં રોગપ્રતિકારક શક્તિ વધુ હોવાના કારણે સંભાવના ઘટી જાય છે. જ્યારે કોઇ પણ વ્યક્તિ કે જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા વ્યક્તિને જ આ રોગ થવાની સંભાવના હોય છે, પરંત હવે કોરોના બાદ આ રોગના દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે.