ETV Bharat / city

ધારાસભ્ય રાઘવજી પટેલે લખ્યો મુખ્યપ્રધાનને પત્ર, કોરોના મૃતક દર્દીઓના પરિજનોને આર્થિક સહાય આપો - કોરોનામાં અનેક ખેડૂતો

જામનગરમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના પરિવારને આર્થિક સહાય આપવા ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખીને માંગ કરી છે. આ પત્રમાં જણાવ્યું છે કે, કોરોનામાં અનેક ખેડૂતો અને ખેત મજૂરો અવસાન પામ્યા છે. આથી, આવી વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂતો અને ખેત મજૂરોને વળતર ચૂકવવું જોઈએ.

ધારાસભ્ય રાઘવજી પટેલનો મુખ્યપ્રધાનને પત્ર, કોરોના મૃતક દર્દીઓના પરિજનોને આર્થિક સહાય આપો

author img

By

Published : May 11, 2021, 7:17 PM IST

  • જામનગર ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર
  • જામનગરની સરકારી હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોના મોત
  • કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો આર્થિક સહાય આપવા માંગ

જામનગર: ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ સાથે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. જામનગરની સરકારી હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોના સંક્રમણ બાદ મોત નિપજ્યા છે. આથી, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો આર્થિક રીતે પણ મૂંજાયા છે.

આ પણ વાંચો: જામનગરમાં આજથી મ્યૂકોરમાઇકોસિસ રોગના દર્દીઓ માટે મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્ર શરૂ થશે

કોરોનામાં અવસાન પામેલા ખેડૂતો અને મજૂરોને સહાયની માંગ

ઉલ્લેખનીય છે કે, હાલાર પથકમાં કોરોનાકાળમાં અનેક લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. ત્યારે, રાઘવજી પટેલ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે. આ ઉપરાંત પત્ર દ્વારા માંગ કરી છે કે, કોરોનામાં અનેક ખેડૂતો અને ખેત મજૂરો અવસાન પામ્યા છે. આથી, આવી વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂતો અને ખેત મજૂરોને વળતર ચૂકવવું જોઈએ. કારણ કે, ખેડૂત અને ખેત મજૂરોને ઘરમાં કમાનાર કોઈ હોતું નથી. જેથી તેમને યોગ્ય સહાય આપવી જોઈએ.

ધારાસભ્ય રાઘવજી પટેલનો મુખ્યપ્રધાનને પત્ર, કોરોના મૃતક દર્દીઓના પરિજનોને આર્થિક સહાય આપો

આ પણ વાંચો: મીની લોકડાઉનમાં ફાઇનાન્સ પર લીધેલી ઓટોના ડ્રાઇવરો બન્યા બેરોજગાર, કેવી રીતે ભરવા હપ્તા?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.