ETV Bharat / city

ધ્રોલમાં અસમાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા ધારાસભ્ય રાઘવજી પટેલે પત્ર લખી કરી રજૂઆત

રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને જામનગર જિલ્લા પોલીસ વડાને ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, ધ્રોલ શહેર તથા તાલુકામાં છેલ્લા ઘણા વખતથી અસામાજીક પ્રવૃતિ બેફામ થઈ રહી છે, ત્યારે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે.

MLA Raghavji Patel
ધ્રોલમાં અસમાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવા ધારાસભ્ય રાઘવજી પટેલે પત્ર લખી કરી રજુઆત
author img

By

Published : Oct 19, 2020, 10:13 PM IST

  • ધ્રોલ શહેર અને તાલુકામાં ક્રાઈમમાં થઈ રહ્યો છે વધારો
  • ધારાસભ્ય રાઘવજી પટેલે રાજ્યના ગૃહ પ્રધાન અને જિલ્લા પોલીસ વડાને લખ્યો પત્ર
  • અસમાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા કરી રજૂઆત

જામનગરઃ જિલ્લાના ધ્રોલ શહેર અને તાલુકામાં ક્રાઈમ વધી રહ્યો છે, જેને લઈ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને જિલ્લા પોલીસ વડાને પત્ર લખી અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે.

MLA Raghavji Patel
ધ્રોલમાં અસમાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવા ધારાસભ્ય રાઘવજી પટેલે પત્ર લખી કરી રજુઆત

લોકોનો ભરોસો પોલીસતંત્ર પરથી ઉઠી જાય તેવી સ્થિતિ

ધ્રોલમાં ધોળે દિવસે જાહેર રોડ પર સરાજાહેર હત્યા થઈ રહી છે, બપોરે પતિની હાજરીમાં પતિને મારીને પત્નિ પર દુષ્કર્મ કરવાની ઘટના બની હતી. તેમજ દારૂ-જુગારની બદીનો હીસાબ નથી, આ સ્થિતિમાં લોકોનો ભરોસો પોલીસતંત્ર પરથી ઉઠી જાય તેવી ધ્રોલ શહેર અને તાલુકાની સ્થિતિ છે.

ધ્રોલ શહેર અને તાલુકામાં અસામાજિક પ્રવૃતિ પર અંકુશ આવે, અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લેવામાં આવે તથા શહેર અને તાલુકામાં અસામાજિક તત્વોને બદલે કાયદાનું સાશન આવે તેવી કડક કાર્યવાહી હાથ ધરવા ભારપૂર્વક પત્રમાં રજૂઆત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.