ETV Bharat / city

Jamnagar New Icon : વિશ્વના 138 દેશોનું મહત્ત્વપૂર્ણ આદાનપ્રદાન થશે તેવા સેન્ટરની સ્થાપના, ધન્વંતરિ મંદિરનું ઐતિહાસિક મહત્ત્વ પણ જાણો - Jamnagar New Icon

જામનગર ક્રિકેટર જામ રણજિતસિંહ, બ્રાસપાર્ટ ઉદ્યોગ અને દેશના અગ્રણી ઉદ્યોગગૃહના મથક તરીકે વિશેષ ઓળખ ધરાવે છે. આ સોનામાં હવે વિશ્વભરમાં પ્રસરે તેવી સુગંધ ભળે(Jamnagar New Icon ) તેવી સંસ્થા WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના થવા જઇ રહી છે. જાણો રસપ્રદ વિગતો.

Jamnagar New Icon : વિશ્વના 138 દેશોનું મહત્ત્વપૂર્ણ આદાનપ્રદાન થશે તેવા સેન્ટરની સ્થાપના, ધન્વંતરિ મંદિર ઐતિહાસિક મહત્ત્વ પણ જાણો

author img

By

Published : Mar 29, 2022, 9:53 PM IST

જામનગર- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. એ એટલા માટે કે ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાની મંજૂરી મળી છે. એપ્રિલના અંતમાં પીએમ મોદી આ સેન્ટરની સ્થાપનાને લઇને જામનગરની મુલાકાતે આવવાના છે. તેમની સાથે WHOના ડાયરેકટર ડો.ટેડ્રોસ પણ જામનગર આવવાના છે. જેઓ ખાતમુહૂર્ત વિધિમાંં PM સાથે ઉપસ્થિત રહેશે. આ સેન્ટરને લઇ 138 જેટલા વિશ્વના દેશો સાથે MOU થયાં છે. જેઓ આયુષ પ્રણાલીઓને લઇને મહત્ત્વપૂર્ણ આદાનપ્રદાન કરશે.ત્યારે શહેરના ધન્વંતરિ મંદિરની પશ્ચાદભૂમિકા જાણવી રોચક બની રહેશે.

આ યુનિવર્સિટીનો વિદેશોમાં ડંકો વાગે છે
આ યુનિવર્સિટીનો વિદેશોમાં ડંકો વાગે છે

આયુષ મંત્રાલયની મોટી યોજના છે સેન્ટર- આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં આ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના થવાની છે. તે સેન્ટર સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાઓ માટે પ્રથમ અને એકમાત્ર ગ્લોબલ સેન્ટર બની રહેશે. જ્યાં વિશ્વભરમાં જોવા મળતી આયુષ પ્રણાલીઓને સ્થાન આપવા સાથે પરંપરાગત દવાઓને લગતી વૈશ્વિક જાણકારી પણ મળશે. WHO GCTM સેન્ટર પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવા માટે પણ ઉપયોગી બનશે. સેન્ટર પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે.

આ પણ વાંચોઃ વિશ્વ કેન્સર ડે: જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી કેન્સરના ઈલાજ માટે એક આશાનું કિરણ

જામનગરની ઓળખમાં વધુ એક છોગું ઉમેરાશે- જામનગરનું નામ અત્યાર સુધી ક્રિકેટને લઇને પણ જામ રણજિતસિંહના કારણે આદરથી લેવાતું હતું. તો આ શહેરની બ્રાસ પાર્ટ ઇન્ડસ્ટ્રીઝે પણ દુનિયામાં નામ કાઢ્યું છે. જામનગરમાં 5000 જેટલા બ્રાસ પાર્ટ કારખાનાઓ છે.જેથી જામનગરને બ્રાસ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રિકેટ અને બ્રાસ સિટી બાદ હવે જામનગર WHO સાથે થયેલા એમઓયુ અનુસંધાને આયુર્વેદિક દવાઓનું નવું હબ બનશે. અહીં રીચર્સ તેમજ આયુર્વેદિક દવાઓનું સંશોધન અને ઉત્પાદન કરવામાં આવશે.

WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના થવા જઇ રહી છે

WHO GCTM માટે જામનગરની પસંદગીનું મુખ્ય કારણ - આપ જાણો છો તેમ જામનગરમાં દેશની પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી આવેલી છે. જેનો પણ રોચક ઇતિહાસ છે. ધન્વંતરિનું શિલારોપણ ઇ.સ.1944માં થયું હતું. ગુજરાતનાં જામનગર જિલ્લામાં આઝાદી પહેલા રાજવી દિગ્વિજયસિંહજીએ ધન્વતંરિ મંદિરની ભવ્ય ઈમારત બનાવી હતી. તે વખતના મહારાણી ગુલાબકુંવરબાના મનમાં એકાએક વિચાર સ્ફૂર્યો કે તેમના શ્વસુર મહારાજા જુવાનસિંહજી વૈદકના જાણકાર હતાં. તેઓ મર્યાદિત સાધનો અને સુવિધાઓ વચ્ચે પણ દેશી દવાઓના પડીકાઓ વડે તેમની પાસે આવતા દર્દીઓને રોગમુક્ત કરી શકતાં હતાં. તો આ દિશામાં વધુ સંશોધન ઇત્યાદિ કરવાનું યોગદાન આપી શકાય.આ વિચારને મહારાણીએ એ સમયના ઇરવીન હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડો. પ્રાણજીવન મહેતા સમક્ષ રજૂ કર્યો અને આયુર્વેદ કોલેજના બીજ રોપાયા. ઇ.સ.1940 થી 1942 આસપાસ 'સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ' હેઠળ ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીની સ્થાપના કરવામાં આવી. સંસ્થાએ લુપ્ત થતા જતાં આયુર્વેદિક શાસ્ત્રને નવજીવન બક્ષવાનો યત્ન આરંભ્યો. દેશભરમાંથી પ્રખર વૈદરાજોને આમંત્રણ આપી એકત્ર કરવામાં આવ્યાં. ધન્વંતરિ મંદિરથી ચાલુ થયેલી સફર આજે પણ અવિરત છે.

આ યુનિવર્સિટીની સ્થાપનાનો ભવ્ય ઇતિહાસ પણ છે

આજે વિદેશોમાં પણ ડંકો વાગે છે -દેશની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીનું ગૌરવ ધરાવતી યુનિવર્સિટીમાં આજે પણ માત્ર ભારત નહીં, વિદેશી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યાં છે. જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં ગુજરાતના યુવાનો સહિત ઉચ્ચ અભ્યાસ માટે વિદેશથી પણ વિદ્યાર્થીઓ સરનામું શોધતા આવે છે. ભારતના જુદા જુદા રાજ્યો ઉપરાંત કોરિયા, નેપાળ, ઈટાલી, ફ્રાન્સ, શ્રીલંકા સહિતના દેશોના વિદ્યાર્થી ગુજરાતની આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે લાઈનો લગાવે છે.

આ પણ વાંચોઃ ગુજરાતને ભેટઃ આર્યુવેદીક ચિકિત્સાનો વ્યાપ વધશે, ITRA અને ગુજરાત સરકાર વચ્ચે MOU થયા

જામનગરનું ધન્વંતરિ મંદિર -ગુજરાતનાં જામનગર જિલ્લામાં આઝાદી પહેલા રાજવી દિગ્વિજયસિંહજીએ ધન્વંતરિ મંદિરની ભવ્ય ઈમારત બનાવી હતી. થોડા સમય બાદ રાજવીએ ધન્વંતરિ મંદિરની આ ભવ્ય ઈમારતમાં જુલાઈ-1946માં આયુર્વેદ કોલેજની સ્થાપના કરી હતી. રાજાએ આ કોલેજને રાજમાતા ગુલાબકુવરબાની યાદીમાં ‘ગુલાબ કુંવર મહાવિદ્યાલય’ નામ આપ્યું હતું. 1946માં દિગ્વિજયસિંહજી દ્વારા સ્થપાયેલી આ કોલેજનું નામ આજે ભારત નહીં વિદેશોમાં પણ ગુંજતું થયું છે. જામનગર જિલ્લાની આ મહત્વની કોલેજને આયુર્વેદના ક્ષેત્રમાં ઓળખ આપવા વિધાનસભામાં ઠરાવ રજૂ કરી યુનિવર્સિટી સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું. વિધાનસભામાં ઠરાવ રજૂ કર્યા પછી જાન્યુઆરી-1967માં વિશ્વની પહેલી આયુર્વેદ યુનિવર્સિટી તરીકે તે અસ્તિત્વમાં આવી.

આધુનિક રોગોની સારવાર પણ કરવામાં આવે છે - આજની રહેણીકરણીના કારણે વકરી રહેલા કેન્સર, કિડની, હાર્ટ, લિવર અને ત્વચાના હઠીલા રોગોમાં જ્યારે એલોપથી દવાઓથી યોગ્ય રિઝલ્ટ મળતું નથી. ત્યારે આયુર્વેદ ચિકિત્સાના સારા પરિણામો સાબિત થતા હોવાથી વિશ્વમાં આયુર્વેદની માગ વધતી જાય છે. ગુજરાતમાં હાલમાં 11 જેટલી આયુર્વેદ કોલેજો આ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. જ્યારે ભારતના આયુર્વેદ શિક્ષણના મુખ્ય ત્રણ કેન્દ્રમાં જામનગરનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.