જામનગરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂત નેતા અને કોંગ્રેસ આગેવાન પાલ આંબલિયા પર જે પ્રકારે પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યું છે, તેનો અનેક લોકોએ પ્રતિક્રિયા આપી અને વિરોધ કર્યો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે પણ પ્રતિક્રિયા આપી અને સખ્ત શબ્દોમાં સમગ્ર ઘટનાની નિંદા કરી છે.
ખેડૂતો માટે હંમેશા અવાજ ઉઠાવતા અને સોશિયલ મિડીયા તેમજ અન્ય પ્લેટફોર્મ પર ખેડૂતોના પ્રશ્નો રજૂ કરતાં પાલ આંબલિયાને પોલીસે માર માર્યો અને દમન ગુજાર્યું છે, તેનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ધારાસભ્ય વિક્રમ માડમે પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું કે હાલ કોરોના સંક્રમણની સ્થિતિ હોવાથી કોંગ્રેસ દ્વારા કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા નથી, પણ આગામી દિવસોમાં પાલ આંબલિયા મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને જે કોઈ પોલીસ કર્મચારીઓ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેવી ચીમકી પણ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે ઉચ્ચારી છે.