જામનગર: દરેડ ગામમાં રહેતી યુવતીને લાલપુર તાલુકાના માધવપુર ગામમાં રહેતા યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જો કે, આ યુવક તેનો પિતરાઈ ભાઈ છે. પ્રેમ ક્યારે અને કોની સાથે થઈ જાય એ સમય પર જ આધાર રાખે છે. આવો પ્રેમ લાલપુર પંથકનાં પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે પાંગર્યો હતો, ત્યારે સમાજ (poisoning due to fear of society) આ સંબંધને ક્યારેય નહિ સ્વીકારે તેવા ડરથી અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા સેવાય રહી છે.
યુવતીનું મોત અને યુવાનની હાલત ગંભીર
બંનેએ માધુપુર ગામે એકસાથે ઝેરી દવા પી આત્મહત્યા (Jamnagar Cousin Couple Suicide) કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં યુવતીનું સારવાર દરમિયાન મોત, જ્યારે યુવાન જીવન-મરણ વચ્ચે હોસ્પિટલમાં ઝોલાં ખાઈ રહ્યો છે. બંને પિતરાઈએ ઝેરી દવા પી અંતિમ પગલું ભરી લીધું હોવાની જાણ થતાં જ યુવાનના પરિવારજનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બંનેને જામનગર હોસ્પિટલ ખસેડ્યાં હતાં, જ્યાં યુવતીને મૃત (Girl death in jamnagar suicide case) જાહેર કરવામાં આવી હતી, જયારે યુવાનની હાલત ગંભીર જણાતાં તેની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.
એકસાથે ઘર છોડી ભાગી છૂટ્યાં
આ બનાવની જાણ થતાં લાલપુર પોલીસે હોસ્પિટલ પહોંચી યુવાનના પિતાનું નિવેદન નોંધ્યું હતું. એમાં બંને વચ્ચેનો પ્રેમ એટલો ગાઢ બની ગયો કે એકબીજા વગર રહેવું મુશ્કેલ લાગવા લાગ્યું હતું. કુટુંબમાં રહીને પ્રેમને એકાત્મનું રૂપ આપવું શક્ય ન જણાતાં બંને એ ઘરેથી ભાગી છૂટવાનો નિર્ધાર કર્યો હતો. આખરે એક દિવસ એવો આવ્યો કે બંને એકસાથે ઘર છોડી ભાગી છૂટ્યાં હતાં. આ બાબતની બંનેના પરિવારને જાણ થતાં બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ ઘરેથી ભાગી છૂટ્યા બાદ બંનેએ વિચાર કર્યો કે લગ્ન કરવા સંભવ નથી એવો ખ્યાલ આવતાં બંનેએ સજોડે વિષપાન કરી આત્મહત્યા (Jamnagar Suicide Case)નો પ્રયાસ કર્યો.
આ પણ વાંચો: Omicron in Jamnagar: જામનગરમાં વિદેશથી આવેલી યુવતી અને વૃદ્ધ ઓમિક્રોન સંક્રમિત
આ પણ વાંચો: જામનગર જિલ્લાનાં ગામડાઓમાં એક જ દિવસમાં 17,102 લોકોને અપાઇ વેક્સિન