- રાજ્યમાં સતત બિજા દિવસે ઈન્ટર્ન તબીબો હડતાળ પર
- જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે ઈન્ટર્ન તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું
- નાયબ મુખ્યપ્રધાનની પ્રતિક્રિયા બાદ તબીબોમાં આક્રોશ
જામનગરઃ રાજ્યમાં સોમવારથી ઈન્ટર્ન તબીબો દ્વારા પોતાની માંગને લઈ હડતાળ કરી રહ્યા છે. ત્યારે સોમવારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે તબીબોની સ્ટ્રાઇક પર પ્રતિક્રિયા આપી હતી. જે પ્રતિક્રિયા બાદ તબીબીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેઓ ગાંધી ચિધ્યા માર્ગે શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા છે.
તબીબો પૂરતું વેતન આપવાની કરી રહ્યા છે માંગ
જામનગર સહિત રાજ્યભરમાં મેડિકલ કોલેજ સાથે તેમજ અન્ય શહેરોની સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલા હજારો ઇન્ટર્ન તબીબો મોંઘવારીના યુગમાં ઓછા વેતનથી કામ કરી રહ્યા છે અને તેઓની પાસે તબીબી ડિગ્રી છે તેમછતાં તબીબી ડીગ્રી ન ધરાવતા વિજ્ઞાનના સ્નાતકોને સરકાર વધુ પગાર આપે છે.
સરકારના વલણથી તબીબોમાં રોષ
આ ડિગ્રી ધરાવતા ડોકટરો સાથે સરકાર ઘોર અન્યાય કરી રહી છે તેમ જામનગરમાં મંગળવારે ETV ભારત સાથે વાત કરતા તબીબોએ જણાવ્યું હતું. તબીબોએ વધુમાં જણાવ્યું કે, સરકાર તેઓની લાગણી અને માગણીની સમસ્યા ઉકેલે. ઉલ્લેખનિય છે કે, જામનગરના 850 જેટલા તબીબો સહિત રાજયભરના તબીબો હડતાળ કરી રહ્યા છે.