ETV Bharat / city

જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં 16 વોર્ડ 64 સભ્યો, ત્રણ પક્ષ વચ્ચે ખેલાશે જંગ - જામનગર કોર્પોરેશન ચૂંટણી

કોરોના મહામારી બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે થોડા સમયમાં યોજાવાની છે. ત્યારે જામનગર કોર્પોરેશનનો 132 ચો.કીમીનો વિસ્તાર 16 વોર્ડમાં વિભાજીત છે અને 64 બેઠક સભ્યો માટે છે એટલે કે 64 કોર્પોરેટરો ચૂંટાઇ શકે છે. જામનગરમાં 16 વોર્ડ અને 64 બેઠક પૈકી SC માટે 4 જેમાંથી 2 મહિલા અનામત અને એક બેઠક ST મહિલા માટે રહેશે. 6 બેઠક પછાત વર્ગ માટે રહેશે તો 3 મહિલા અનામત માટે રહેશે.

જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં 16 વોર્ડ 64 સભ્યો, ત્રણ પક્ષ વચ્ચે ખેલાશે જંગ

author img

By

Published : Dec 25, 2020, 9:31 AM IST

  • કોર્પોરેશન ચૂંટણી માટે છે જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં 16 વોર્ડ 64 સભ્યો
  • ત્રણ પક્ષ વચ્ચે ખેલાશે જંગ
  • કેટલા વોર્ડ અને કેટલા કોર્પોરેટર

જામનગરઃ કોર્પોરેશન ચૂંટણીઓ સામે આવી ઊભી છે ત્યારે જામનગરમાં કોર્પોરેશનની મહિલા બેઠકો વિશે જાણીએ. મહિલા અનામત સ્થાનિક સ્વરાજ્ય માટે 50 % હોય છે , તે ઉપરાંતની અનામત બેઠકો વધતા બહેનો માટે તક વધે છે. ઉપરાંત આ વખતે અનામત રોટેશનમાં ફેરફાર છે તેમજ ગત વખત કરતા 64 હજારથી વધુ મતદારો વધ્યા છે.

  • મહિલાઓને મળ્યું બરોબરીનું સ્થાન

32 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે જેથી કુલ ગણીએ તો ચોખ્ખી અનામત 38 અને બિનઅનામત 26 બેઠક થશે તેમજ દરેક વોર્ડની સંખ્યા 2011 મુજબ 36 હજારથી વધુ હતી. તેમા 10 % વધારો ગણી 40,000 જેટલી સરેરાશ સંખ્યા વસ્તી ગણાશે..જામનગર કોર્પોરેશન વિસ્તારનું સીમાંકન એક દાયકા બાદ 2015માં બદલ્યુ છે. હવે 19 વોર્ડના બદલે 16 વોર્ડ થતા દેખીતી રીતે અગાઉ વોર્ડ દીઠ 23 હજાર વસતી હતી તે બાદ 37 હજાર થઇ હતી, અને કુલ 64 બેઠકમાંથી 32 સ્ત્રી અને 32 પુરૂષ બેઠકો રહી હતી માટે મહિલાઓને પણ સરખુ સ્થાન અપાયું હતું.

  • નવું સીમાંકન થતા કોને વધુ થશે ફાયદો

તે જ વ્યવસ્થા પંચે યથાવત રાખી છે. નવા સીમાંકન બાદ વિસ્તારોના ધરખમ ફેરફાર થયા હોઇ રાજકીય ગણતરીઓ કાં તો પહેલાથી થઇ હોય તો ચિંતા નથી. જેમને હાલ જ નવા સીમાંકનનો ખ્યાલ આવે તેમના માટે વિમાસણ રહેશે તેવો માહોલ 2015 મા હતો, આ વખતે એ અસમંજસ નહી રહે. કેમ કે એક વખત ચૂંટણી થઇ ગઇ હોય રાજકીય પક્ષોને અનુભવ થઇ ગયો છે.

  • વસતીની દ્રષ્ટિએ શું કહે છે આકડાં

વસ્તીની દ્રષ્ટિએ કુલ જોઇએ તો 2015 ની મનપા ચૂંટણી વખતે કુલ 591976 ની વસતી દર્શાવાઇ હતી તેની સામે હાલના 2020 ના સીમાંકનમાં કુલ વસતી 587750 બતાવાઇ છે. જે 2011ની વસ્તી ગણતરી મુજબ હોઇ 10 % ઉમેરવા પડે. જેથી સાડા છ લાખ જેટલી વસતી થાય. જોકે આ સીમાંકનમા જામનગરનો જે વિસ્તાર 2017 માં ઉમેરાયો તે તમામને આવરી શકાયા નથી. અગાઉ 2005 માં જયારે જામનગર શહેરનો વિસ્તાર 32 ચો.કિમી હતો અને 19 વોર્ડ હતાં ત્યારે એક વોર્ડનો વિસ્તાર 1.78 કિમી હતો. જયારે હાલ 123 ચો.કિમીનો વિસ્તાર અને 16 વોર્ડ છે, જેથી વોર્ડ દીઠ 7.68 કિમીને એરિયા સરેરાશ અંદાજીત થયો તેમ ગણી શકાય.

  • અર્ધચંદ્રાકારે સ્પષ્ટ વિભાજન

જામનગર કોર્પોરેશન વિસ્તારના નવા સીમાંકનની પ્રાથમિક જાહેરનામાની પ્રસિદ્ધિ થઇ છે અને સ્પષ્ટ રીતે અર્ધચંદ્રાકારે સ્પષ્ટ વિભાજન થયું છે તે ગત વખતનુ યથાવત છે, જે સમજવું સરળ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.