- ગુજરાતના IPS કસ્ટોડીયલ ડેથ મામલે છેલ્લા 2 વર્ષથી છે જેલમાં
- 1999માં કોમી રમખાણ વખતે જામજોધપુરમાં થયું હતું કસ્ટોડિયલ ડેથ
- કસ્ટોડિયલ ડેથમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને ન્યાયના માંગ
જામનગર : ગુજરાત હાઈકોર્ટે પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટના જામીન નકાર્યા હતા અને 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં હાઈકોર્ટે સંજીવ ભટ્ટને જામીન આપવાનો ઈનકાર કર્યો છે. આ કેસમાં જામનગર સેશન્સ કોર્ટે 20 જૂને સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા સંભળાવી હતી. જામજોધપુરના રહેવાસી પ્રભુદાસ વૈશ્નાનીને કથિત રીતે જેલમાં માર મારવામાં આવ્યો હતો અને 18 નવેમ્બર 1990ના રોજ કિડની ફેઈલ થતાં તેમનું મોત થયું હતું.
આ પણ વાંચો: સંજીવ ભટ્ટ NDPS કેસમાં વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી ન કરવાનો હાઈકોર્ટનો આદેશ
IPS સંજીવ ભટ્ટ કિન્નાખોરીનો ભોગ બન્યા હોવાનો આક્ષેપ
આ કેસમાં સંજીવ ભટ્ટ સહિત 6 પોલીસકર્મીઓને દોષી માનવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટના ચૂકાદાને પડકારતી અરજી સંજીવ ભટ્ટ દ્વારા 25 જુલાઈએ કરવામાં આવી હતી. તેમની સજા રદ કરવાની રજૂઆત કરતી અરજી પર જસ્ટિસ બેલા ત્રિવેદીના વડપણવાળી બેન્ચે સુનાવણી કરી હતી. સંજીવ ભટ્ટની જામીન અરજીની સુનવાણી દરમિયાન તેમના વકીલે દલીલ કરી કે, પ્રભુદાસ વૈશ્નાનીને થયેલી ઈજા અને તેમના મોતના કારણ વચ્ચે કોઈ સંબંધ નથી. ટ્રાયલ દરમિયાન ફરિયાદપક્ષ સાબિત નહોતો કરી શક્યો કે, પ્રભુદાસ વૈશ્નાનીનું મોત ઈજાને લીધે થયું હતું. આ વાતને રદિયો આપતાં ફરિયાદ પક્ષના વકીલ મિતેશ અમીને કહ્યું કે, પ્રભુદાસ વૈશ્નાનીની કિડની ફેઈલ થઈ ગઈ હતી કારણ કે તેમની પાસે વધારે પ્રમાણમાં વર્કઆઉટ કરાવવામાં આવતું હતું.
IPS સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ લડી રહી છે લડાઈ
તેની પાસે ઉઠક બેઠક કરાવાતી અને બાકોડીએ ચલાવાતો હતો. તેની કિડની આ પ્રકારનું દબાણ સહન ના કરી શકી અને થોડા દિવસ બાદ મોત થયું હતું. સંજીવ ભટ્ટના વકીલે દલીલ કરી કે, દોષી ઠેરવ્યા બાદ તેમને જામીન મળી શકે છે, કારણ કે તેઓ 20 વર્ષથી વધુ સમય ચાલેલી કેસની ટ્રાયલ દરમિયાન પણ જામીન પર જ હતા. રાજ્ય સરકારે સામે દલીલ કરતાં કહ્યું કે, આ પ્રકારે જામીન માત્ર અપવાદરૂપ કેસમાં જ આપી શકાય. તેમણે પોરબંદર કસ્ટોડિયલ ડેથ કેસ, પાલનપુરનો ડ્રગ પ્લાન્ટિંગ કેસ અને તેમના હાથ નીચે કામ કરતાં કે.ડી. પંથ પાસે બળજબરીથી ખોટી એફિડેવિટ કરાવવાનું ઉદાહરણ આપતાં આરોપ મૂક્યો કે, સંજીવ ભટ્ટે અવારનવાર જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.
આ પણ વાંચો: સંજીવ ભટ્ટ NDPS કેસ : વીડિયો કોંફરેન્સથી સુનાવણી ન કરવા મુદ્દે હાઈકોર્ટ ચૂકાદો આપી શકે
ફકરા ડિલીટ કરવા માટે કોર્ટની મંજૂરી માંગી
કેસની સુનાવણી દરમિયાન મંગળવારે ગુજરાત હાઈકોર્ટે સંજીવ ભટ્ટની અરજીમાં જામનગરની સેશન્સ કોર્ટે ચલાવેલી ટ્રાયલ સામે ઊભા કરેલા વિવાદની ગંભીર નોંધ લીધી હતી. હાઈકોર્ટે નોંધ્યું કે, આ બાબત ‘કોર્ટને બદનામ કરવા સમાન છે.’ સંજીવ ભટ્ટના સિનિયર વકીલ બી. બી. નાઈકે, આ મુદ્દે દિલગીરી વ્યક્ત કરી અને તે ફકરા ડિલીટ કરવા માટે કોર્ટની મંજૂરી માગી હતી.