- રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રસીનો બીજો ડોઝ અપાયો
- વોર્ડ નંબર 1 અને 2માં વેક્સિન કાર્યક્રમ યોજાયો
- કોર્પોરેટર ડિમ્પલ રાવલ દ્વારા માસ્ક વિતરણ કરાયા
જામનગરઃ કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પનો લોકો લાભ લઇ રસીકરણ કરાવે તે માટે ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન, અન્ન અને નાગરિક પુરવઠાના રાજય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને રસીનો બીજો ડોઝ લઇ કોરોનાની લડત સામે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. શહેરના વોર્ડ નંબર-1માં ખોડિયાર માતાજી મંદિર, વાલસુરા રોડ ખાતે અને વોર્ડ નં. 2માં અંકલેશ્વર મહાદેવ મંદિર ધરારનગર-2 ખાતે રહેતા 45 વર્ષથી વધુ ઉંમરના રહેવાસીઓ માટે રસીકરણ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ મહીસાગરમાં એક જ દિવસમાં 5,338 વ્યક્તિઓને અપાઇ કોરોના વેક્સિન
મોટી સંખ્યામાં શહેરીજનોએ લીધી વેક્સિન
કોરોનાને નાથવા રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છે, તેમ જણાવતા રાજય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બીજા વેવમાં ભારત અને આપણા ગુજરાતમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોના પ્રતિરોધક રસી એ જ આપણા માટે રોગ સામે લડતનું હથિયાર સમાન છે. ત્યારે લોકો માટે બીજા ડોઝના કેમ્પ યોજી રસીકરણની સંપૂર્ણ પ્રક્રિયા આયોજિત કરાઇ છે. આ કેમ્પ થકી સ્વસ્થ જામનગર તરફ અગ્રસર બનવા પગલા ભરવામાં આવ્યા છે. આ કેમ્પમાં કોર્પોરેટર ડિમ્પલ રાવલ દ્વારા માસ્ક વિતરણનું આયોજન કરાયું હતું.
આ પણ વાંચોઃ ધંધુકા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં પ્રથમ રાઉન્ડનો વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમમાં વિવિધ મહાનુભવો ઉપસ્થિત રહ્યા
આ કેમ્પમાં મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા, દંડક કેતનભાઇ ગોસાણી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, વોર્ડના કોર્પોરેટર સર્વ જયેન્દ્રસિંહ ઝાલા, ડિમ્પલબેન રાવલ, જયરાજસિંહ જાડેજા, કૃપાબેન ભારાઇ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.