- ઢીંચડા રોડ વિસ્તારમાં આવેલી ખાનગી શાળાની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ
- વિદ્યાર્થિની કોરોના સંક્રમિત થતા શાળા એક સપ્તાહ માટે બંધ કરવામાં આવી
- વિદ્યાર્થિનીનાં સંપર્કમાં આવેલાં 100થી વધુ લોકોના કોરોના રિપોર્ટ નેગેટિવ
જામનગરમાં: ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસો (Corona Cases In Jamnagar) ડરાવી રહ્યા છે ત્યારે જામનગરમાં ઓમિક્રોનની એન્ટ્રી (omicron in jamnagar)એ પણ ભય વધારી દીધો છે. જામનગરમાં વધુ 4 કેસ આવતા તંત્ર દોડતું થયુ હતુ. હજુ પણ તંત્રની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ લેતી નથી. હવે કોરોના શહેરની સ્કૂલ (corona in jamnagar school)માં પહોંચ્યો છે.
7 દિવસ માટે બંધ કરવામાં આવી શાળા
અહીં એક ખાનગી શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતી બાળકી કોરોના પોઝિટિવ (school girl corona positive in jamnagar) આવતા તંત્ર દોડતું થયુ છે. કોરોના કેસ આવવાના કારણે ખાનગી શાળાને 7 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. ત્યારે જામનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું છે. શહેરની ખાનગી શાળાની વિદ્યાર્થિનીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે, જેથી આ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા 100થી વધુ લોકોના કોરોના રિપોર્ટ (corona testing jamnagar) નેગેટિવ આવતા હાશકારો થયો છે. જો કે શાળા 7 દિવસ માટે બંધ કરાઇ છે.
વિદ્યાર્થિનીના સંપર્કમાં આવેલા 100 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું
ઢીંચડા રોડ વિસ્તાર (jamnagar dhichda road)માં આવેલી ખાનગી શાળાની ધોરણ 6ની વિદ્યાર્થિની સાથે સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષક સહિત 100 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે તમામનો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનાં શ્વાસ લીધા હતા. જામનગરમાં છેલ્લા 10 દિવસથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
તમામનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો
ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ મળતા જ તેના વાલીએ જાગૃતિ દાખવી સ્કૂલ સંચાલકોને સામેથી જાણ કરી હતી. ત્યારબાદ શાળા સંચાલકોએ જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ (health department of jamnagar municipal corporation)ને જાણ કરી હતી. આથી સમય સૂચકતા દાખવી મહાનગરપાલિકાએ તરત જ કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી આદરી હતી. કોરોના ફેલાતો (corona transition in Jamnagar)અટકાવવા માટે તંત્રએ તાત્કાલિક જ લોકોના પરિક્ષણ કર્યા હતા, જેમાં નેગેટિવ રિપોર્ટ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
આ પણ વાંચો: Surat Omicron Alert: સુરતમાં આજદિન સુધી કુલ 62 જેટલા સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યા