ETV Bharat / city

Jamnagar Cochlear Implant: હવેથી જી.જી. હોસ્પિટલમાં વિના મૂલ્યે થશે લાખોના ખર્ચે થતું કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન - જી.જી. ખાતે સારવાર હોસ્પિટલ

કોકલીયર ઈમ્પ્લાન્ટ ઑપરેશન (Jamnagar Cochlear Implant) જી. જી. સરકારી હોસ્પિટલમાં વિના મુલ્યે કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ આ ઓપરેશન નિ:શુલ્ક કરી આપવામાં આવે છે. અત્યાર સુધી આ માટે દર્દીઓએ અમદાવાદ જવું પડતું હતું.

Cochlear implant Surgery In Jamnagar: હવેથી જી.જી. હોસ્પિટલમાં વિના મૂલ્યે થશે લાખોના ખર્ચે થતું કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન

author img

By

Published : Jan 28, 2022, 9:00 PM IST

જામનગર: જી.જી. હોસ્પિટલ (gg hospital jamnagar)માં કાન, નાક અને ગળાના વિભાગમાં પ્રથમ વખત કોકલીયર ઈમ્પ્લાન્ટ ઑપરેશન (Jamnagar Cochlear Implant)ની શરૂઆત કરવામાં આવી છે. સોમવાર તા. 17ના રોજ 3 બાળકોના કોકલીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન કરવામાં આવ્યા, જે માટે ગાંધીનગરથી સ્પેશિયલ કોક્લિયર ઈમ્પ્લાન્ટ માટેની ટીમ દ્વારા આ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

જી.જી. હોસ્પિટલમાં પ્રથમ વખત કોકલીયર ઈમ્પ્લાન્ટ ઑપરેશનની શરૂઆત કરવામાં આવી.

નિ:શુલ્ક કરી આપવામાં આવે છે કોકલીયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન

ગુજરાત સરકાર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ (School Health Inspection Program) હેઠળ આશરે 6થી 10 લાખના ખર્ચે થતા કોકલીયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન નિ:શુલ્ક કરી આપવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી કોકલીયર ઓપરેશન માટે દર્દીઓને અમદાવાદ જવું પડતું હતું તથા ઓપરેશન પછીની સ્પીચ થેરાપી માટે પણ તકલીફ પડતી હતી, પરંતુ હવેથી અહીં જી. જી. હોસ્પિટલ જામનગર ખાતે આ ઓપરેશન કરી દર્દીઓને ઘરઆંગણે સારવાર આપવામાં આવશે.

સફળતાપૂર્વક 3 ઓપરેશન કરવામાં આવ્યા

ડીનશ્રી ડો. નંદીની દેસાઈ તથા સુપ્રીટેન્ડન્ટ ડો. દીપક તિવારીના માર્ગદર્શન હેઠળ તથા ડો. ભદ્રેશ વ્યાસ, વડા પિડીયાટ્રીક્સ ડિપાર્ટમેન્ટ તથા ડો. વંદના ત્રિવેદી, વડા એનેસ્થેસિયા ડીપાર્ટમેન્ટના સહકારથી 3 બાળકો જીનલ આણદાણી, વેદ રાબડીયા અને ધૃવલ બાવરવાના સફળતાપૂર્વક કોક્લિયર ઈમ્પ્લાન્ટ ઓપરેશન જી.જી. હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગ ખાતે કરવામાં આવ્યા હતા, જેમાં ડો. નીરજ સૂરી (Nodal State Officer Cochlear Implant)ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક 3 ઓપરેશન કરવામાં આવ્યા હતા. કોકલીયર ઇમ્પ્લાન્ટ થકી તબીબોએ બાળકોને નવા જીવનની રાહ દેખાડી છે. કોકલીયર ઇમ્પ્લાન્ટ થકી બાળકોને પોતાના વિકાસમાં હવે કોઇ અવરોધનો સામનો કરવો પડશે નહી.

ઓપરેશનની તાલીમ આપવામાં આવી

કોકલીયર ઇમ્પ્લાન્ટ થકી બાળકોને પોતાના વિકાસમાં હવે કોઇ અવરોધનો સામનો કરવો પડશે નહી.

જી.જી. હોસ્પિટલ (Treatment At G.G. Hospital) ખાતે વધુ બાળકોને આ સારવારનો લાભ મળી શકે તે માટે ડો. નીરજ સૂરીના માર્ગદર્શન હેઠળ ઈ.એન.ટી. વિભાગના વડા ડો. નિરલ મોદીને ઓપરેશનની તાલીમ આપવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનની તૈયારી તથા તેને સફળતાપૂર્વક પાર પાડવા માટે ઈ.એન.ટી. વિભાગના ડો. દિલાવર બારોટ, ડો. હિતેન મણીયાર, ડો. પૂર્ણિમા, ડો. સંજય ટોટા તથા વિભાગના રેસીડન્ટ ડોક્ટરો તથા ઓ.ટી. તથા વોર્ડના નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓનો સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત બાળકોના ઓપરેશન માટે એનેસ્થેસિયા આપવા એનેસ્થેસિયા વિભાગના વડા ડો. વંદના ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ડો. જયદેવ દવે, ડો. નીપા નાયક, ડો. હિમાંશુ આમરણીયા અને રેસીડન્ટ ડોક્ટર્સે આખો દિવસ ખડેપગે ફરજ પર રહી કામ કર્યું હતું.

કોકલીયર ઈમ્પ્લાન્ટ કોના માટે ઉપયોગી છે?

જન્મથી બાળક તદ્દન બહેરું હોય અથવા તો જન્મ પછી કોઈ કારણસર, જેવા કે કમળો થવો, ખેંચ આવવી, મગજનો ચેપ થવો, મગજને ઈજા થવી, આવા કોઈ કારણથી બાળક સાંભળવાની શક્તિ તદ્દન ગુમાવી દે, તો તેવા તદ્દન બહેરા બાળકો માટે કોકલીયર ઈમ્પ્લાન્ટ વરદાનરૂપ છે. જો બાળક નાની ઉમરમાં જ સાંભળવાની શક્તિ ગુમાવી દે, તો તેનો બોલવાનો વિકાસ થઈ શકતો નથી. આથી બાળક બહેરું અને મૂંગું થાય છે. આવા તદ્દન બહેરા અને મૂંગા 6 વર્ષ સુધીના બાળકો માટે આ ઓપરેશન ઉપયોગી છે.

કોકલીયર ઈમ્પ્લાન્ટ શું છે અને કઈ રીતે કામ કરે છે?

કોકલીયર ઈમ્પ્લાન્ટમાં ઈ.એન.ટી. સર્જન દ્વારા જટિલ ઓપરેશન કરી મશીન કાનના પાછળના ભાગમાં તથા અંદરના કોકલીયર નામના કાનના સંવેદન અંગમાં મુકવામાં આવે છે. આ મશીન ડાયરેક્ટ ઓડિયરી નર્વ એટલે કે સાંભળવાની નસને ધ્વની તરંગો પહોચાડે છે, જેનાથી બાળક સાંભળી શકે છે. ઓપરેશન પછી બાળકને 1થી 1.5 વર્ષ સુધી સ્પીચ થેરાપી કરાવવી જરૂરી બને છે. આ જટિલ ઓપરેશન કરવાનો સંપૂર્ણ ખર્ચ અંદાજીત 6થી 10 લાખ સુધીનો હોય છે.

સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા ઉપાડવામાં આવે છે

ઓપરેશન તથા ઓપરેશન પછીની સ્પીચ થેરાપીનો સંપૂર્ણ ખર્ચ શાળા આરોગ્ય કાર્યક્રમ (School Health Programme) અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ઉપાડવામાં આવે છે. આમ, આ ઓપરેશન અને ઓપરેશન પછીનો સ્પીચ થેરાપીનો કોઈ ખર્ચ કર્યા વગર હવેથી જી. જી. સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓને વિના મુલ્યે આ સારવારનો લાભ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.