- સિટી બી ડિવિઝનમાં નોંધાયો ગુનો
- લૂંટેરી દુલ્હનનો સંપર્ક કરાવનાર દંપતી સહિત ત્રણ સામે કેસ દાખલ
- જામનગરમાં વણિક યુવક બન્યો લૂંટેરી દુલહનનો ભોગ
- દુલહન સહિત ત્રણ સામે નોંધાયો કેસ
જામનગરઃ શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા રાજ ચેમ્બર નજીકના એક એપાર્ટમેન્ટમાં રહેતાં પ્રીતેશભાઈ ધીરજલાલ શાહ નામના 41 વર્ષના મહાજન યુવાન એક ખાનગી બેન્કમાં નોકરી કરે છે. તેમણે પોતાના લગ્ન માટે લાલપુર તાલુકાના કાનાછીકારી ગામમાં રહેતાં કેટલાંક સંબંધીઓ સાથે વાતચીત કરી હતી.
આ પણ વાંચોઃ લગ્ન કરી ઠગ કરનારી લુંટેરી દુલ્હન સહિત 5 આરોપીને જૂનાગઢ પોલીસે ઝડપ્યા
રૂપિયા દોઢ લાખનું ફુલેકુ ફેરવી દુલહન ફરાર
ફેબ્રુઆરી મહિનામાં કાનાછિકારી ગામના વિજય બારોટે તેમના ધ્યાનમાં મહારાષ્ટ્રના નાગપુરની એક યુવતી હોવાનું જણાવ્યું હતું. લગ્નવાંચ્છુ પ્રીતેશભાઈએ આ વાતમાં રસ દાખવતાં વિજય તથા તેમના પત્ની કાજલબેન બારોટે નાગપુરના મનતાપુર રોડ પર વિધાયકભવન પાસે વસવાટ કરતાં પાયલબેન પ્રદીપભાઈ બંસોડનો સંપર્ક કરાવ્યો હતો. પાયલે મહારાષ્ટ્રના ચંદ્રપુરના સાવરકરનગરમાં વસવાટ કરતાં અંકિત પ્રદીપભાઈ સાથે વાતચીત કરવાનું કહ્યું હતું.
નાગપુરની યુવતી પાયલ સાથે મેળાપ કરાવ્યો
ત્યારબાદ વિજય તથા કાજલબેન બારોટે લગ્ન માટે દોઢ લાખ આપવાના થશે તેમ જણાવી પ્રીતેશભાઈનો નાગપુરની યુવતી પાયલ સાથે મેળાપ કરાવ્યો હતો. તેમાં આગળ વધેલી વાતચીત મુજબ ગઈ તા.24 ફેબ્રુઆરીના દિને જામનગર સ્થિત પ્રીતેશભાઈના ઘરે આવેલા કાજલ તથા વિજયભાઈએ દોઢ લાખ લઈ પ્રીતેશભાઈના પાયલ સાથે મૈત્રીકરાર કરાવ્યાં હતાં. જામનગરની કોર્ટમાં લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી. મૈત્રીકરાર પછી પાયલ બંસોડ ત્રણેક દિવસ સુધી પ્રીતેશભાઈના ઘરે રોકાઈ હતી. ત્યારબાદ કાજલ અને વિજયભાઈ ફરીથી પ્રીતેશભાઈના ઘરે આવ્યા હતા અને પાયલને પોતાની સાથે લઈ ગયા હતાં.
આ પણ વાંચોઃ જુનાગઢના યુવાનોને લગ્ન કરીને છેતરપિંડી કરનાર લુંટેરી દુલ્હનને જુનાગઢ પોલીસ પકડી પાડી
પોલીસે પાયલ, વિજય, કાજલ બારોટ સામે ગુનો નોંધ્યો
જે યુવતી સાથે મૈત્રીકરાર કરવામાં આવ્યા તે યુવતીને આ સંબંધ કરાવી આપનાર દંપતી લઈ જતાં પ્રીતેશભાઈએ તે યુવતીને પરત લાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે પ્રયત્ન નીષ્ફળ જતાં પ્રીતેશભાઈને લગ્નના નામે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પાયલ, વિજય, કાજલ બારોટ સામે IPC 406, 420, 114 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.