જામનગરઃ વર્ષો પહેલાં ગધેડાનો ઉપયોગ માલસામાનની હેરફેર માટે કરવામાં આવતો હતો પરંતુ જમાનો બદલાતાં મશીનરી આવી જતાં ગધેડાની કોઈ કિંમત જ રહી ન હતી. ગધેડાના વ્યવસાય સાથે સંકળાયેલા માલધારી તેમ જ અન્ય પશુપાલન તરફ વળી જતાં ગધેડા કામ વિનાના થઈ ગયાં હતાં.કચ્છ અને જામનગર જિલ્લામાં જોવા મળતાં હાલારી ગધેડીનું દૂધ ઉત્તમ હોવાનાં સંસોધનો સામે આવતાં ફરીથી હાલારી ગધેડીનો જમાનો આવી રહ્યો છે. જામનગર જિલ્લામાં જોવા મળતી હાલારી ગધેડાની પ્રજાતિના વ્યવસાય સાથે સંકળાયેલા ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગામના માલધારી વશરામભાઈ સોડાભાઈ ટોયટાની 5 પેઢીથી ઘેટા બકરાની સાથોસાથ ગધેડા ગધેડી રાખવાનો વ્યવસાય કરી રહ્યાં છે.
હાલારી ગધેડીના દૂધથી કોરોનાને કાબૂમાં કરી શકાય? એક લિટર દૂધના અધધ 7 હજાર!
જામનગર જિલ્લામાં હાલારી ગધેડા નામશેષ થવાના આરે છે ત્યારે ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગામમાં માલધારી ટોયટા પરિવાર છેલ્લાં પાંચ પેઢીથી ગધેડાના પશુપાલનનો વ્યવસાય કરી રહ્યાં છે.તાજેતરમાં હાલાર ગધેડીનું દૂધ ઉત્તમ હોવાનું સંશોધન થયા બાદ હરિયાણા ખાતે હાલારી ગધેડીના દૂધની ડેરી સ્થાપવાનો નિર્ણય લેવામાં આવતાં હાલારી ગધેડીનું જતન કરનારા માલધારી પરિવાર રાતોરાત લાઈમલાઈટમાં આવી ગયો છે.