ETV Bharat / city

જામનગરમાં ભાજપ દ્વારા 7 સ્થળો પર સેન્સની કામગીરી શરૂ કરાઇ

જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે બુધવારના રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 3 નિરીક્ષકો દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારી માટેના દાવેદારોએ ભાગ લીધો હતો.

સેન્સની કામગીરી
સેન્સની કામગીરી
author img

By

Published : Jan 27, 2021, 4:46 PM IST

  • જામનગરમાં ભાજપ દ્વારા સેન્સની કામગીરી શરૂ
  • જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે લેવાઇ રહ્યા છે સેન્સ
  • જામનગરમાં 7 સ્થળો પર ભાજપ દ્વારા સેન્સની કામગીરી

જામનગર : ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની છે. જે અંતર્ગત જામનગર કોર્પોરેશન ઉપરાંત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની પ્રક્રિયાઓ વેગવંતી બની છે. જેના પગલે જામનગર કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારીના દાવેદારો પાસેથી સેન્સ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જામનગરમાં ભાજપ દ્વારા 7 સ્થળો પર સેન્સની કામગીરી શરૂ કરાઇ

મોટી સંખ્યામાં દાવેદારો સેન્સ પ્રક્રિયામાં જોડાયા

જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિવિધ 6 તાલુકા મથકો અને એક સિક્કા નગરપાલિકા ખાતેની બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જામનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે 5 વર્ષ સંતોષકારક રીતે પૂર્ણ કર્યા છે, જ્યારે તાલુકા પંચાયતમાં કોંગ્રેસના અઢી વર્ષના શાસન બાદ જામજોધપુર, કાલાવડ, લાલપુર, જામનગર, ધ્રોલ તાલુકા પંચાયતમાં ભાજપે કબ્જો કર્યો હતો, જ્યારે એક માત્ર જોડિયા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.