- ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
- તમામ વોર્ડમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા
- મોદી સરકારના 7 વર્ષ પૂર્ણ થતા કરાયું આયોજન
જામનગરઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના તમામ વોર્ડમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના સમયમાં બ્લડની અછત ન સર્જાય તે માટે ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થતા તમામ વોર્ડમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે.
![જામનગરમાં ભાજપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-02-blad-camp-7202728-mansukh_02062021153206_0206f_1622628126_145.jpg)
બીજેપીના યુવા કાર્યકરોએ મોટી સંખ્યામાં કર્યું બ્લડ ડોનેશન
બ્લડ ડોનેશન કેમ્પમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવા માટે આવ્યાં હતા. જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી રાજ પુરોહિત ભવનમાં વોર્ડ નબર 5થી 8નો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ પૂનમ માડમ, મેયર બીના કોઠારી, શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ યુવા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
![બીના કોઠારી, મેયર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-02-blad-camp-7202728-mansukh_02062021153206_0206f_1622628126_408.jpg)
આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના 7 વર્ષ પૂર્ણ થતા સુરત જિલ્લા ભાજપ દ્વારા કરાઈ ઉજવણી
શહેરમાં એક સપ્તાહ સુધી સુશાસન દિવસની કરવામાં આવશે ઉજવણી
ભાજપના કાર્યકરો દ્વારા જુદા જુદા વોર્ડમાં માસ્ક વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે અને કોરોનકાળમાં લોકોની મદદ થઇ શકે તે માટે તમામ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે ત્યારે તમામ બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોની વધુ ભીડ એકઠી ન થાય તે માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે.