- જામનગર જાતીય શોષણ મામલો
- 8 યુવતીઓની 5 કલાક પૂછપરછ કરવામાં આવી
- બે દિવસમાં કમિટી રિપોર્ટ રજૂ કરશે
- આપ પ્રમુખે કરી મહિલ આયોગ દ્વારા તપાસની માગ
જામનગરઃ જી.જી. કોવિડ હોસ્પિટલમાં (GG covid hospital ) એટેડેન્ટન્ટ તરીકે ફરજ બજાવતી મહિલાઓનું અધિકારીઓ દ્વારા જાતીય શોષણ ( GG Hospital Attendant Sexual Abuse Case) કરવામાં આવ્યાંની ઘટનાની અંગે જામનગર આમઆદમી પાર્ટીના પ્રમુખ કરશન કરમુર હોસ્પિટલે દોડી ગયાં હતાં.
આ પણ વાંચોઃ Sexual harassment: ETV Bharat સાથે વાત કરી જાતીય શોષણ ભોગ બનેલા એટેન્ડન્ટ્સે, ન્યાય મળશે ?
આ કેસની તપાસ થાય અને જે કોઇ દોષિત હોય તેની સામે કાર્યવાહી કરવાની કરાઈ માગ
રાજ્યના મુખ્યપ્રધાનને સંબોધીને જણાવ્યું હતું કે, આ કેસની તપાસ માટે મહિલા આયોગની ટીમ મોકલવામાં આવે. મહિલાઓ દ્વારા આ કેસની તપાસ થાય અને જે કોઇ દોષિત હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે. તેઓએ જામનગરના રાજકીય આગેવાનો, ધર્મગુરૂઓ સહિત બુદ્ધિજીવીઓને આ કેસની તપાસમાં જોડાવા અપીલ કરી હતી અને આ બનાવને વખોડી કાઢ્યો હતો. આ કેસમાં દોષિતને સજા થાય અને મહિલાઓને ન્યાય મળે તે માટે આમ આદમી પાર્ટી મેદાનમાં આવશે અને સત્ય બહાર લાવીને જ રહેશે.
આ પણ વાંચોઃ sexually harassment in gg hospital - ફરજ બજાવતી 60થી 70 યુવતી બની યૌન શોષણનો ભોગ, આરોગ્ય કર્મીએ કર્યો આક્ષેપ