- પોરબંદરના 40 વર્ષીય અસ્થિર મગજના દર્દીએ લગાવી મોતની છલાંગ હતી
- હાલ દર્દીને તાત્કાલિક ટ્રોમા સેન્ટર ખસેડવામાં આવ્યો
- હોસ્પિટલની બારી તોડી અને કૂદકો મારતા શંકાસ્પદ દર્દીને પગના ભાગે ફેક્ચર
જામનગર: ગુરુ ગોવિંદ હોસ્પિટલ હંમેશા કોઈને કોઈ બાબતે ચર્ચામાં રહે છે. આજે 21 માર્ચે સવારે 10:30 વાગ્યે હોસ્પિટલના બીજા માળેથી પોરબંદરના 40 વર્ષીય અસ્થિર મગજના વ્યક્તિએ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ દિપક તિવારી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દર્દીને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: જામનગર જી જી હોસ્પિટલ લેબમાં પરીક્ષણ અર્થે આવેલા 20 સેમ્પલ નેગેટિવ, તંત્રએ હાશકારો અનુભવ્યો
બીજા માળેથી છલાંગ લગાવતા પગમાં ફેક્ચર
આ વ્યક્તિએ ગેસના બાટલાથી હોસ્પિટલની બારી તોડી અને કૂદકો મારતા શંકાસ્પદ દર્દીને પગના ભાગે ફેક્ચર થયું છે અને હાલ તેને સારવાર અર્થે ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. અહીં ડોક્ટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ વ્યક્તિનો 20 માર્ચે કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જો કે, રિપોર્ટ નેગેટિવ રિપોર્ટ આવ્યો છે.
આ પણ વાંચો: જામનગરની જી.જી હોસ્પિટલમાં 13 સેમ્પલમાંથી 3 રિપોર્ટ આવ્યા પોઝિટિવ