- કોરોનામાં સિવિલ હોસ્પિટલમાં 400 બેડ ફૂલ થયા
- પ્રી પ્લાનિંગના ભાગરૂપે 2 કોવિડ કેર સેન્ટર પહેલાથી જ ઉભા કરાયા
- ધન્વંતરિ રથ 5થી વધારી 15 કરાયા, 50 ઓક્સિજન બેડ પણ ઉભા કરાશે
- યુથ હોસ્ટેલ સેક્ટર-15માં 40 અને NICMમાં 44 બેડ સાથે કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયા
આ પણ વાંચોઃ મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ
ગાંધીનગરઃ કોરોનાના ગંભીર દર્દી ન હોય તેમને પ્રાથમિક સેવા પૂરી પડી રહે તેના માટે કોર્પોરેશને યુથ હોસ્ટેલ સેક્ટર 15 અને રક્ષા શક્તિ યુનિવર્સિટી પાસેના NICMમાં કોવિડ કેર સેન્ટરમાં અત્યારથી કોવિડ કેર સેન્ટર બનાવીને મૂક્યા છે તેવું ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પી.સી. દવેએ કહ્યું હતું. તેમાં પણ યુથ હોસ્ટેલમાં 40 અને NICMમાં 44 બેડ ઉભા કરાયા છે. જોકે ત્યાં ઓક્સિજનની અત્યાર પૂરતી કોઈ સારવાર નથી. સેન્ટરોમાં બે સમય જમવાનું, બે સમય નાસ્તો અને જરૂરી કિટ દર્દીને આપવામાં આવશે.
![યુથ હોસ્ટેલ સેક્ટર-15માં 40 અને NICMમાં 44 બેડ સાથે કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11387514_care_7210015.jpg)
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શરૂ કરાયું 40 બેડની સુવિધાવાળું કોવિડ કેર સેન્ટર
ડેપ્યુટી મ્યુ. કમિશનરે કહ્યું, ગાંધીનગર સિટીમાં કોવિડ કેર સેન્ટરના સો બેડ ખાલી, 50 ઓક્સિજ બેડ ઉભા કરાશવ
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે વધુમાં કહ્યું હતું કે, અત્યારે શહેરમાં સ્ટાફ ટ્રેનિંગ કોલેજ ખાતે કોવિડ કેર સેન્ટર ચાલી રહ્યું છે, જેમાં 34 દર્દી સારવાર લઈ રહ્યા છે. જ્યારે બાકીના 16 જેટલા બેડ અહીં ખાલી છે. એટલે 100 બેડ ખાલી છે. જોકે, ગંભીર દર્દી સિવિલમાં એડમિટ થઈ રહ્યા છે. જ્યારે બાકીના દર્દી હોમ ક્વોરન્ટાઈન થયા છે. એટલા માટે ધન્વંતરિ રથ પણ 5 વધારીને 15 કરવામાં આવ્યા છે. જ્યારે કોલવડામાં મંગળવારે સાંજ સુધીમાં 50 ઓક્સિજનના બેડ નવા ઉભા કરવામાં આવશે.