ETV Bharat / city

Debt of Gujarat: છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના દેવામાં ઉત્તરોત્તર વધારો, જાણો હાલ કેટલું દેવું છે? - રાજ્ય સરકારે લીધેલા લોનનો વ્યાજદર

ગુજરાતના જાહેર દેવા અંગે કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે ગત બજેટ સત્રમાં આક્ષેપ કર્યા હતા. જેનો જવાબ આપતાં ગુજરાત સરકારે જણાવ્યું હતું કે લોન(Loan taken by Gujarat Government ) પર મુદ્લ પર વ્યાજ 4.96 ટકાથી 9.55 ટકાના દરે ચૂકવવામાં આવે છે. ‘કેગ’ના અહેવાલ મુજબ આ વર્ષે ગુજરાતના દેવામાં(Debt of Gujarat) 13.54 ટકાનો વધારો થયો છે.

Debt of Gujarat: છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના દેવામાં ઉત્તરોત્તર વધારો, જાણો હાલ કેટલું દેવું છે?

author img

By

Published : Apr 29, 2022, 6:12 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બજેટ(Budget Gujarat Assembly ) સત્ર દરમિયાન પ્રશ્નોત્તરીમાં ગુજરાત રાજ્યનું દેવું જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે રાજ્યનું છેલ્લા 2 વર્ષની પરિસ્થિતિ પ્રમાણે 31 ડિસેમ્બર 2021ની પરિસ્થિતિએ રાજ્યના માટે 3,00,963 કરોડ રૂપિયાનું જાહેર દેવું છે. કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે કરેલા પ્રશ્નમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે રાજ્ય સરકરે લીધેલ લોન(Loan taken by Gujarat Government) પર સરકાર 4.96 ટકાથી 9.55 ટકાના દરે વ્યાજ અને મુદ્દલ ચુકવવામાં આવે છે. જ્યારે ગત બજેટ સત્રમાં વર્ષ 2021માં કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ આક્ષેપ કર્યા હતા કે ગુજરાતમાં જન્મ લેનાર પ્રત્યેક બાળક 40,000થી વધુ દેવા સાથે ગુજરાતમાં જન્મ લે છે.

કેટલા રૂપિયાનું રાજ્યની તિજોરી પર દેવું - વિજય રૂપાણીની સરકારમાં વર્ષ 2020ના વિધાનસભાના સાતમા સત્રમાં આણંદના ધારાસભ્ય કાંતિ પરમારે ત્રીજા દિવસે દેવા બાબતે પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં રાજ્યની તિજોરી પર કેટલા રૂપિયાનું દેવું છે? તેના જવાબ આપતા નાણાપ્રધાન નીતિન પટેલે રાજ્ય પર વર્ષ 2018-19માં 2,40,652 કરોડનું દેવું હોવાનું સરકારે સ્વીકાર્યું હતું. રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી રૂપિયા 7,223 કરોડની લોન લીધી છે. જેમાં 2014-15માં 365 કરોડ, 2015-16માં 514 કરોડની ચૂકવણી થઈ છે. જ્યારે 2016-17માં 468 કરોડ, 2017-18માં 430 કરોડની અને 2018-19માં 406 કરોડની ચૂકવણી કરી છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારે લીધેલા લોનનો વ્યાજદર( Loans Interest rate taken state government) 0થી 13 ટકા હોય છે.

આ પણ વાંચો: Gujarat Assembly Session 2022: કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશનું સસ્પેન્શન પાછું ખેંચાયું, આજથી ગૃહમાં રહી શકશે હાજર

સરકારના દેવાની લીમીટ 4.50 કરોડ - વિધાનસભા ગૃહમાં રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈએ દેવાની પરિસ્થિતિ પર વધુ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનું કુલ દેવું અત્યારે 3,00,963 કરોડ રૂપિયા છે. જ્યારે કાયદા પ્રમાણે ગુજરાત સરકાર 4,50,000 કરોડ રૂપિયાનું દેવું કરી શકે છે, જ્યારે રાજ્યમાં આ દેવું(total debt of Gujarat ) થયું છે તે વિકાસના કામ જેવા કે રોડ રસ્તા બનાવવા, સરદાર સરોવર યોજના(Sardar Sarovar Yojana), નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામ, આંતરમાળખાકીય સગવડો(Infrastructural facilities), બંદરો, ઔદ્યોગિક વિકાસ કરવામાં આવે છે. જ્યારે જાહેર દેવું રાજ્ય સરકારની આવક પર દેવું કરવામાં આવે છે. જ્યારે રાજ્ય જાહેર દેવું મે સુધી ખર્ચમાંથી ચૂકવવામાં આવે છે. પરંતુ રાજ્યમાં વિકાસ માટે કરવામાં આવતા ખર્ચ માટે ગુજરાત દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઇન્ડેક્સમાં સ્થાનિક છે.

બજેટના 10 ટકા વ્યાજ - ગુજરાત સરકાર પર જાહેર થયેલ દેવાના આંકડા પર કોંગ્રેસે ગત બજેટ સત્રમાં આક્ષેપ કર્યા હતા કે ગુજરાતનું દેવું સતત વધી રહ્યું છે તે કયા કારણોથી વધી રહ્યું છે. જ્યારે ગુજરાતના બજેટના 10 ટકા રકમ તો લીધેલ લોનના વ્યાજ અને મુદ્દલમાં જ ચુકવવામાં આવી રહ્યાં છે, ત્યારે રાજ્યના નાણાંપ્રધાન કનું દેસાઈએ ગૃહમાં જવાબ આપ્યો હતો કે રાજ્યનું દેવું નિયમ પ્રમાણે જ છે અને ગુજરાત રાજ્ય સરકાર 4.50 લાખ કરોડનું દેવું કરી શકે છે.

ગુજરાત સરકારે લીધેલ લોન પર વ્યાજદર
No. લોનકેટલા ટકા
1નાણાકીય સંસ્થાઓની લોન4.96 ટકા
2બજાર લોન 7.85 ટકા
3NSSF લોન9.55 ટકા
4કેન્દ્રીય દેવું2.29 ટકા

આ પણ વાંચો: PM મોદીના નજીકના GC મુર્મુની નવા CAG તરીકે નિમણૂક

ચુકવવામાં આવતી વ્યાજની વિગતો
No. વર્ષ વ્યાજ મુદ્દલ
12019-2020 20,293 કરોડ16,701 કરોડ
22020-202122,099 કરોડ17,918 કરોડ

5 વર્ષમાં દેવામાં સતત વધારો - ગુજરાત સરકારના દેવામાં 5 વર્ષમાં રુપિયા 1.14 લાખ કરોડનો વધારો થયો છે. દેશની માથાદીઠ આવકની રુપિયા 1,45,680ની આવક સામે ગુજરાતની માથાદીઠ આવક રુપિયા 2,35,969 હોવાનો ગર્વ લેતી ગુજરાત સરકારનું માથાદીઠ દેવું પણ વધ્યું છે. 2016-17ના નાણાંકીય વર્ષમાં ગુજરાતની બાકી જવાબદારીઓ રુપિયા 2,43,146 કરોડની હતી. તેની સામે 2020-21ના વર્ષમાં બાકી જવાબદારીઓ વધીને રુપિયા 3,57,893 કરોડની થઈ ગઈ હોવાનું આજે ગુજરાત વિધાનસભામાં મૂકવામાં આવેલા કોમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર(Comptroller and Auditor) જનરનલના માર્ચ 2021ના પૂરા થયેલા નાણાંકીય વર્ષના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. 2020-21ના વર્ષમાં જ ગત વર્ષના સાપેક્ષમાં ગુજરાતના દેવામાં 13.45 ટકાનો વધારો થયો હોવાનું ‘કેગ’ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.