ETV Bharat / city

વિધાનસભાની 24 બેઠકો પર અમારુ પ્રભુત્વ, મતદાનથી પરિણામ ફેરવી શકીએ છીએ : લોહાણા સમાજ

રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) પહેલા વિવિધ સમાજો દ્વારા પોતાના મુખ્યપ્રધાન બનાવવાની માગ કરાઈ છે. આ વચ્ચે લોહાણા સમાજના સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન સમાજનું પ્રતિનિધિત્વ કરતા ટ્ર્સ્ટીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વિધાનસભાની 24 બેઠકો પરો લોહાણા સમાજનું પ્રભુત્વ છે. જો રાજકીય પાર્ટીઓ અમારા સમાજના પ્રતિનિધિઓને જોઈએ તેવો ન્યાય નહિં આપે તો અમે પણ મતદાન થકી પરિણામ ફેરવી શકીએ છીએ.

Gujarat Elections 2022
Gujarat Elections 2022
author img

By

Published : Jul 4, 2021, 5:14 PM IST

  • વિધાનસભાની ચૂંટણી અગાઉ વધુ એક સમાજ દ્વારા પ્રતિનિધિત્વની માગ
  • લોહાણા સમાજે પોતાના ઉમેદવારને પ્રતિનિધત્વ આપવા માટે કરી માગ
  • અવગણના કરાશે તો પાર્ટીઓને પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચિમકી

ગાંધીનગર : સેક્ટર-2 ખાતે લોહાણા સમાજનું સ્નેહમિલન સંમેલન યોજાયું હતું. જેમાં લોહાણા સમજના પ્રતિનિધિઓ તેમજ આગેવાનો મળ્યા હતા. આ દરમિયાન લોહાણા સમાજના ટ્રસ્ટી લાલેશ ઠક્કરે જણાવ્યું હતું કે, રાજ્યમાં 24 વિધાનસભા બેઠકો પર લોહાણા સમાજના પ્રતિનિધિઓ છે. જો રાજકીય પક્ષો અમારી અવગણના કરશે, તો તેમણે તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લોહાણા સમાજના 40 લાખથી વધુ મતદાતાઓ છે. તેમનું આ નિવેદન આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) ને અનુલક્ષીને હતું.

અમે મતદાનથી પરિણામ ફેરવી શકીએ છીએ

લાલેશ ઠક્કરના જણાવ્યા પ્રમાણે, જુદા જુદા જિલ્લાઓની વિધાનસભા બેઠકો પર ક્યાંક 15 હજાર તો ક્યાંક 50 હજારથી વધારે મત લોહાણા સમાજના છે. જેથી બુદ્ધિશાળી સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી અમારી લાગણી અને માગ છે. અમારા પ્રતિનિધિઓએ ભલે જે તે બેઠક પર ઉમેદવારી નોંધાવી ન હોય, પરંતુ રાજ્યભરમાં રહેતા અમારા સમાજના લોકો મતદાનથી પરિણામ ફેરવી શકે છે. આજની આ બેઠકમાં અમે દરેક ભારતીયોને આ સંદેશો આપવા માંગીએ છીએ.

વિધાનસભાની 24 બેઠકો પર અમારુ પ્રભુત્વ, મતદાનથી પરિણામ ફેરવી શકીએ છીએ : લોહાણા સમાજ

અમારો સમાજ જે તરફ ઝુકાવ રાખે છે, ત્યાં ભળી જાય છે

લાલેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, અંદાજે 90 સમાજો ભાજપ તરફ ઝુકાવ રાખે છે, પરંતુ અત્યાર સુધી જે ન્યાય મળવો જોઈએ તે મળ્યો નથી. અમારા સમાજની વસતી ભલે અન્ય સમાજ કરતા ઓછી હશે, પણ જે તરફ ઝુકાવ રાખે છે તેમની સાથે ભળી જાય છે. ગુજરાતમાં છેલ્લા 20થી 25 વર્ષથી ભાજપની સરકાર છે. જે પ્રકારે અમારો સમાજ ઝુકાવ રાખે છે. તે પ્રકારે અમારા સમાજને પણ પ્રતિનિધત્વ મળવું જોઈએ. અમારો દરેક પાર્ટીઓને મેસેજ છે કે, જો અમારા સમાજની અવગણના કરાશે, તો તેમણે વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં તેનું ફળ ભોગવવું પડશે.

ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદનું ગણિત
ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદનું ગણિત

જાણો કઈ રીતે ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદનો થયો પગપેસારો

2022માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) માં ભાજપ-કોંગ્રેસ તેમજ હાલમાં જ ગુજરાતમાં સક્રિય થયેલી આમ આદમી પાર્ટીએ તૈયારીઓને શરૂ કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક પક્ષ પોતાની તૈયારીઓને મજબૂતી આપતો હોય છે. તેવામાં ધાર્મિક સંસ્થા ખોડલધામ ખાતેથી નરેશ પટેલ દ્વારા 'આગામી મુખ્યપ્રધાન પાટીદાર હોવા જોઈએ' તેવું નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ વિવિધ જ્ઞાતિના વગદાર લોકોએ પણ પોતાની જ્ઞાતિના મુખ્યપ્રધાન બનાવવા અંગે નિવેદનો આપ્યા હતા. જે પરથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે, ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદનો પગપેસારો થઈ ચૂક્યો છે. તો નરેશ પટેલના આ નિવેદન બાદ અન્ય ક્યા સમાજે પોતાના મુખ્યપ્રધાન બનાવવાની માગ કરી, તે જાણવા અહીં ક્લિક કરો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.