ETV Bharat / city

Vibrant Gujarat 2022 : સરકારે તૈયારીઓ શરૂ કરી, દેશના અનેક શહેરમાં થશે રોડ શો - Vibrant Gujarat 2022 marketing

હવે કોરોના સંક્રમણ ( Coronavirus ) ધીમેધીમે ઘટી રહ્યું છે તેને ધ્યાનમાં લઈને હવે 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ સમિટનું ( Vibrant Gujarat global summit 2022) આયોજન કરવામાં આવ્યું છે. આ માટે સરકારે બનાવેલી કમિટીઓ કામે લાગી ગઇ છે.

Vibrant Gujarat 2022 :  સરકારે તૈયારીઓ શરૂ કરી, દેશના અનેક શહેરમાં થશે રોડ શો

author img

By

Published : Nov 13, 2021, 1:54 PM IST

  • રાજ્ય સરકારે Vibrant Gujarat 2022 ની તૈયારીઓ કરી શરૂ
  • સરકાર અનેક રાજ્યમાં કરશે રોડ શો, કમિટીઓ દ્વારા બેઠકોનો દોર શરૂ
  • 10 થી 12 જાન્યુઆરી સુધી યોજાશે વાઈબ્રન્ટ મહોત્સવ 2022

ગાંધીનગર : વર્ષ 2021માં કોરોના સંક્રમણને ( Coronavirus ) ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે વાઇબ્રન્ટ મહોત્સવનો (( Vibrant Gujarat global summit 2021) ) કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો. ત્યારે હવે જે રીતે કોરોના સંક્રમણ અને ધીમેધીમે ઘટી રહ્યું છે તેને ધ્યાનમાં લઈને હવે 10 થી 12 જાન્યુઆરી 2022 ( Vibrant Gujarat 2022 Dates ) દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ સમિટનું ( Vibrant Gujarat global summit 2022 ) આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ કમિટીની ( Vibrant Gujarat 2022 Committees ) પણ રચના કરવામાં આવી છે. ત્યારે હવે આગામી દિવસમાં એટલે કે ડિસેમ્બર માસમાં ગુજરાત સરકાર દ્વારા દેશના અલગ અલગ અને મોટા શહેરોમાં રોડ શોનું ( Vibrant Gujarat 2022 Road Show ) પણ આયોજન કરવામાં આવ્યું છે.

દેશના અનેક શહેરોમાં થશે રોડ શો

ગુજરાત સરકાર દ્વારા દેશના અલગ-અલગ શહેરોમાં સુધી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારે વેલકમ ટુ ગુજરાત 25 નવેમ્બરથી પ્રથમ રોડ શો ( Vibrant Gujarat 2022 Road Show ) દેશના રાજધાની દિલ્હીમાં યોજવામાં આવશે. ત્યારબાદ મુંબઈ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તેલંગાના, પશ્ચિમ બંગાળ જેવા મોટા અને મહત્ત્વના રાજ્યો કે જે રાજ્યોમાં ધંધા વેપાર ઉદ્યોગ વધુ હોય તેવા રાજ્યો અને શહેરોમાં રોડ શો કરીને અન્ય રાજ્યના ઉદ્યોગકારો ગુજરાતમાં આવે તે રીતનો પ્રયત્ન સાથે વાઇબ્રન્ટ મહોત્સવનું માર્કેટિંગ ( Vibrant Gujarat 2022 marketing ) કરવામાં આવશે.

200 ગ્લોબલ કંપનીઓને આપવામાં આવ્યું આમંત્રણ

ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવમાં ( Vibrant Gujarat 2022 ) અનેક દેશ-વિદેશની કંપનીઓને આમંત્રણ આપવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી મળતી માહિતી પ્રમાણે અત્યારે પ્રથમ તબક્કામાં 200 જેટલી વિશ્વવ્યાપી કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારે દેશની કંપનીઓની વાત કરવામાં આવે તો રિલાયન્સ જીઓ, અદાણી જેવી મોટી કંપનીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકારે global કંપનીઓને આમંત્રણ આપવા માટે પણ ખાસ કમિટી તૈયાર કરવામાં આવી છે. આ કમિટી ફક્ત કંપનીઓને આમંત્રણ આપવાનું તથા ગુજરાતમાં કઈ રીતની નવા ઉદ્યોગો માટેની ફેસિલિટી અને તૈયારીઓ છે તે અંગે પણ માહિતગાર કરે છે.

કઈ કમિટીનું કરવામાં આવી છે ગઠિત

પ્રોગ્રામ કમિટી

એક્ઝિબિશન કમિટી

કોર કમિટી

એક્ઝિક્યુટિવ કમિટી

functional કમિટી

vibrant gujarat summit 2022 કોર કમિટીની વાત કરવામાં આવે તો ચેરમેનમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી છે. ત્યાર બાદ સભ્ય તરીકે નાણાંપ્રધાન કનુભાઇ દેસાઇ મુખ્ય સચિવ પંકજકુમાર, ત્યારબાદ મુખ્યપ્રધાનના મુખ્ય સચિવ ગૃહ વિભાગના મુખ્ય સચિવ ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય સચિવ અર્બન ડેવલપમેન્ટ નાણા વિભાગ પેટ્રોકેમિકલ્સ અને ઊર્જા વિભાગ એગ્રીકલ્ચર વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ બિલ્ડીંગ વિભાગના મુખ્યસચિવો અને ઈન્ડેક્સ બીના મેનેજિંગ ડિરેક્ટર અને સભ્ય તરીકે કોલ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

92 જેટલા અધિકારીઓને આપવામાં આવી જવાબદારી

vibrant gujarat summit 2022માં અનેક દેશોના ડેલિગેટ્સ ગુજરાતમાં આવતા હોય છે અને વિશ્વવ્યાપી આયોજન હોય છે ત્યારે ગુજરાત રાજ્યના 92 જેટલા આઇએએસ અને આઇપીએસ અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલી વિવિધ કમિટીઓમાં આઈએએસ અધિકારી કક્ષાના 92 જેટલા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. લો અન્ડ ઓર્ડર માટે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાની અધ્યક્ષતામાં બે એડિશનલ ડીજીપી અને બે igp સહિત પાંચ ઉચ્ચ અધિકારીઓના કમિટીની રચના પણ કરવામાં આવી જાય છે.

14 નવેમ્બરથી બેઠકો શરૂ

vibrant gujarat summit ને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે કમિટીની રચના કરી દીધી છે. ત્યારે હવે 14 નવેમ્બરથી વાઇબ્રન્ટ મહોત્સવને ધ્યાનમાં લઈને વાઇબ્રન્ટ બેઠકોનો દોર ફરીથી શરૂ થશે. રાજ્યના અગ્ર સચિવ રાજીવ ગુપ્તા ઇન્ડસ્ટ્રીઝની બેઠકોથી સોમવારની શરૂઆત કરશે કે જ્યારે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વાઇબ્રન્ટ મુદ્દે બેઠકો યોજાશે. જ્યારે આ તમામ બેઠકોમાં વાઇબ્રન્ટ મહોત્સવમાં પોતાના વિભાગ તરફથી અથવા તો પોતાના વિભાગને સંલગ્ન ઉદ્યોગોને કઈ રીતે આકર્ષી શકાય તે બાબતે પણ ચર્ચા વિચારણા સાથે આયોજન કરવામાં આવશે.

વાઈબ્રન્ટ મહોત્સવમાં આવેલું રોકાણ

રાજ્યમાં વર્ષ 2003 થી 2019 સુધી દર 2 વર્ષના ગાળે થયેલા vibrant gujarat summit માં કુલ 1,04,872 પ્રોજેક્ટ ફાઇલ કરવામાં આવ્યાં છે. જેમાં વિધાનસભામાં મળતી માહિતી પ્રમાણે 31 ડિસેમ્બર 2020 સુધીમાં 60,741 પ્રોજેકટ પૂર્ણ થઈ ગયાં છે અને 9467 પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે. આ દરમિયાન કુલ 17 લાખથી વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે.

આ પણ વાંચોઃ વાઇબ્રન્ટ મહોત્સવ 2022 : અલગ અલગ અધિકારીઓને વાઇબ્રન્ટની જવાબદારી સોંપાઈ

આ પણ વાંચોઃ કોરોના બાદ યોજાનારી 10મી વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ, જાણો તમામ સમિટની રસપ્રદ વાતો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.