ગાંધીનગર: સરકારી પરીક્ષાઓ લેવાઇ ગઇ હોવા છતાં હજુ સુધી પરિણામ જાહેર કરવામાં ન આવતા શિક્ષિત યુવા રોજગાર સમિતિ દ્વારા છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ કાર્યક્રમો યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. ત્યારે શુક્રવારે પણ દિનેશ બામણીયાની આગેવાનીમાં મહાત્મા મંદિર ખાતેથી અમદાવાદ સાબરમતી આશ્રમ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, તે પહેલા સમિતિના સભ્યોએ રાષ્ટ્રગાન કરી રામધૂન બોલાવી હતી.
અંજલી રૂપાણી ચૂંટણીમાં અમારૂ કેમ્પેઇન કરે: શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે અમારી માગ શિક્ષિત બેરોજગારી અને લેટર મેળવવાની છે. પરીક્ષા યોજાઇ ગઇ હોવા છતાં પરિણામ જાહેર કરવામાં આવતું નથી. જેને લઇને આગામી દિવસોમાં આ જ બેરોજગાર લોકો ચૂંટણીના પરિણામો નક્કી કરશે. જો સરકાર તેમની વાત નહીં સ્વીકારે તો ઉમેદવારો પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે અમે વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીને પણ અમારા પ્રચારમાં કેમ્પેઇન કરવા માટે આમંત્રણ આપીશું.અંજલી રૂપાણી ચૂંટણીમાં અમારૂ કેમ્પેઇન કરે: શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ