ગાંધીનગર: વર્ષ 2022ના અંત નવેમ્બર ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022) યોજવા જઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી ઇન્ચાર્જ અને જિલ્લા ચૂંટણી અધિકારીઓની ટ્રેનિંગ પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે રાજકીય પક્ષોની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી, ગુજરાત કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ(Preparations for Gujarat Assembly Elections) સંપૂર્ણપણે શરૂઆત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત સંપૂર્ણપણે ત્રિપાખીઓ જંગ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી આવવાના કારણે ભાજપને નુકસાન થશે કે ફાયદો થશે અથવા તો સૌથી વધુ નુકસાન કોંગ્રેસને થશે?
ભાજપનો 150થી વધારેનો ટાર્ગેટ - ગુજરાત વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 99 બેઠક ઉપર સીમિત હતું. ત્યારબાદ એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યોએ કોંગ્રેસને બાય બાય કહીને ભાજપમાં પ્રવેશ મેળવ્યો અને અત્યારે કુલ 111 જેટલા ધારાસભ્યોના સંખ્યાભડ સાથે ગુજરાત વિધાનસભામાં ભાજપ સત્તા પક્ષ પર છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધુ બેઠકો જીતવાનો ટાર્ગેટ(BJP targeted seats in assembly elections) રાખવામાં આવ્યો છે, ત્યારે આ ટાર્ગેટને પહોંચી વળવા ભાજપ પક્ષ એડીચોટીનું લગાવી રહ્યું છે.
આ પણ વાંચો: Gujarat Assembly Election 2022 : સોરઠની 9 વિધાનસભા બેઠકો કોને કરી રહી છે પરેશાન
કોંગ્રેસનો 125 બેઠકો ટાર્ગેટ - ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ(Gujarat Congress State President) જગદીશ ઠાકોરે અગાઉ પણ 125 બેઠકો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જીતી રહી હોવાનો દાવો કર્યો છે. જ્યારે આ વખતે પ્રથમ વખત ગુજરાત કોંગ્રેસ દ્વારા શહેરી વિસ્તારમાં વધુ ફોકસ કરીને શહેરની વિધાનસભા બેઠકો ઉપર વધુમાં વધુ જીત મેળવી શકાય તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જ્યારે નવરાત્રિના તહેવારો દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાત પ્રવાસે આવીને મતદારોને રીઝવવાનો પ્રયાસ પણ કરશે.
શહેરી વિસ્તારમાં વધુ પ્રયાસ - આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા 10 જેટલા ઉમેદવારોની જાહેરાત પણ કરી દેવામાં આવી છે, પરંતુ અમદાવાદ સુરત જેવા મોટા શહેરોમાં રાજકીય પક્ષોની વધુ નજર છે. આમ આદમી પાર્ટી પણ અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા, જામનગર જેવા ઉપર વધુ ફોકસ રાખી રહી છે. જ્યારે તમામ જગ્યા ઉપર ખાટલા બેઠકો શરૂ કરીને માઉથ ટુ માઉથ અભિયાન(Word of mouth campaign) પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર પણ વધુ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરી વાલે ગુજરાતમાં આવીને 300 વીજળી યુનિટ મફત આપવાની અને બેરોજગાર યુવાઓને રોજગાર(Employment of unemployed youth) આપવાની પણ જાહેરાત કરી છે.
ત્રી પંખીયા જંગમાં કોને ફાયદો - ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જે કોરોનાની બીજી લહેર બાદ યોજાઈ હતી. ભાજપ પક્ષ વિરુદ્ધ અનેક અસંતુષ્ટના વાદળ વગેરે હતાં. તેમ છતાં પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું અત્યાર સુધી ન આવેલું હોય તેવું પરિણામ આવ્યું હતું. જેમાં 44 બેઠકો પછી 42 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. એક બેઠક આમ આદમી પાર્ટી અને એક બેઠકો કોંગ્રેસ પક્ષને મળી હતી. જો ફરીથી ત્રિપાખીઓ જંગ થાય તો પણ અનુક અંશે વોટ શેરિંગમાં રાજકીય પક્ષોને ફાયદો નુકશાન થઈ શકે છે.
ભૂતકાળમાં અનેક રાજકીય પક્ષો વિધાનસભાની ચૂંટણીમાં હતા, ભાજપ - ગુજરાતી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ત્રિકોણીય જંગ થવાનું છે. વોટ શેરિંગમાં અને સંપૂર્ણ ઇલેક્શનમાં જનતા કોના પક્ષે રહેશે અને કયા પક્ષની ફાયદો થશે. તે બાબતે ભાજપના મુખ્ય પ્રવક્તા યમળ્યા છે ETV Bharat સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અનેક રાજકીય પક્ષો વિધાનસભાની ચૂંટણી લડ્યા છે, ત્યારે પણ અમે ફક્ત વિકાસના મુદ્દાને ધ્યાનમાં લઈને અને લોકોના કામ થાય. તેને ધ્યાનમાં લઈને જ ચૂંટણીનું આયોજન કરતા હોય છે, પરંતુ ભૂતકાળની વાત કરવામાં આવે તો વર્ષ 2007માં ગોરધન ઝડફિયા ત્યારબાદ કેશુ પટેલ અને વર્ષ 2017માં શંકરસિંહ વાઘેલા એ પણ 182 બેઠકો ઉપર ઉમેદવાર ઉભા રાખીને ચૂંટણી લડ્યા હતા, પરંતુ કોઈને ફાયદો થયો ન હતો.
ભાજપને ફાયદો, કોંગ્રેસને નુકશાન - રાજકીય વિશે યશવંત પંડ્યા ETV Bharat સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં અત્યારે ભાજપ મજબૂત થઈ રહ્યું છે, ભાજપ વિરુદ્ધ મજબૂત પડકાર નથી. મોદી શાહની જોડી લોકોમાં લોકપ્રિયતા બની છે. આ ઉપરાંત રાજકોટમાં ગ્રીન ફિલ્ડ(Green Field in Rajkot), એમિસ ગોધરામાં રેલવે કારખાના જેવી ભેટ આપી છે, પણ વરસાદ, લઠ્ઠાકાંડ, પેપર લીક આ બધા કારણોસર ભાજપ સામે અસંતોષ ઉભો થયો છે. આ ચૂંટણીમાં AAPને નુકશાન જશે, એક ધારાસભ્ય જીતે તો પણ વકરો એ નફો થશે, જ્યારે ભાજપને ફાયદો થશે, કોંગ્રેસને નુકસાન થશે.
આ પણ વાંચો: Gujarat Assembly Election 2022 : અમદાવાદ શહેરની કઈ વિધાનસભા બેઠક પર કોનો દબદબો ?
પહેલું નુકશાન કોંગ્રેસને, દિલીપ ગોહિલ - ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પહેલું નુકસાન તો કોંગ્રેસને જ થશે. કારણ કે, નવો ત્રીજો પક્ષ આવતો હોય ત્યારે સામાન્ય રીતે વિપક્ષ હોય અથવા તો નબળો પક્ષ હોય તેના વોટ વધારે કપાય છે, એ ખૂબ જ સીધું ગણિત છે. પણ આ માટે પાર્ટી જે રીતે સુરત અને ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દેખાવ કર્યો છે. આમાંથી પાર્ટીએ શેરી વિસ્તારમાં સારો દેખાવ કર્યો છે. એટલે જો 18થી 20 ટકાનો ફરક પડી શકે છે. જ્યારે વધારાના શેરમાં મહદ અંશે ભાજપને પણ નુકસાન થઈ શકે છે, પરંતુ આમ આદમી પાર્ટીને કહેવા ઉમેદવારો મળે છે. તેના ઉપર ઘણો વધારે મદાર રાખે છે. શરૂઆતનું નુકશાન 8થી 12 ટકા કોંગ્રેસ અને વધારે મત લઈ જાય તો ભજપને નુકશાન થશે.