ETV Bharat / city

Tribal Caste Certificate Gujarat: ખોટા આદિવાસીને નહીં મળે આદિજાતિ પ્રમાણપત્ર, આદિજાતિ પ્રધાનનું મહત્વનું નિવેદન - ગુજરાતના આદિજાતિ પ્રધાન

આદિવાસી જાતિ પ્રમાણપત્રના પ્રશ્નોને લઇને આદિજાતિ પ્રધાન નરેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી. સાચા આદિવાસી પ્રમાણપત્રથી વંચિત ન રહી જાય અને ખોટાને પ્રમાણપત્ર ન મળે તે સંબંધિત ચર્ચા થઈ. રાજ્યમાં 14 જિલ્લામાં આદિવાસીઓને પ્રમાણપત્ર મેળવવામાં તકલીફ પડતી હતી.

Tribal Caste Certificate Gujarat: ખોટા આદિવાસીને નહીં મળે આદિજાતિ પ્રમાણપત્ર, આદિજાતિ પ્રધાનનું મહત્વનું નિવેદન

author img

By

Published : Jan 25, 2022, 6:27 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં વસવાટ કરતા આદિવાસીઓ (Tribes living in Gujarat)ના જાતિ પ્રમાણપત્ર (Tribal Caste Certificate Gujarat)ના કેટલાક પ્રશ્નોને લઈને આદિજાતિ પ્રધાન નરેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં આદિજાતિ વિસ્તારના તમામ ધારાસભ્ય (MLA of the tribal area Gujarat) અને સાંસદ સભ્યોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. બેઠકમાં તમામ ધારાસભ્ય અને વિપક્ષ નેતા સુખરામ રાઠવા હાજર રહ્યા હતા. બેઠકમાં ગુજરાત અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર કાઢી આપવા અને તેની ખરાઇ કરવા માટે નિયમન કરવા બાબતના નિયમ-2020 સુધારા સંબંધિત જાહેરનામા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં તમામ ધારાસભ્ય અને વિપક્ષ નેતા સુખરામ રાઠવા હાજર રહ્યા હતા.

પ્રમાણપત્ર માટે કયા પુરાવા આપવા પડશે?

બેઠકમાં ખાસ કરીને સાચા આદિવાસીઓ પ્રમાણપત્રોથી વંચિત ન રહી જાય અને ખોટા આદિવાસી પ્રમાણપત્ર ન મેળવી શકે એ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જો કે 2020ના નોટિફિકેશનની કેટલીક ક્ષતિઓ બાબતે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કોઈપણ સાચા આદિવાસીને પ્રમાણપત્ર લઈને કોઈ સમસ્યા હોય તો તે સમિતિ સામે પુરાવાના આધારે રજૂઆત કરે તો તેને પ્રમાણપત્ર આપવાનું રહેશે. 2020ના નોટિફિકેશન આધારે આદિવાસી પ્રમાણપત્ર માટે તલાટીએ સમર્થન કરેલો વંશાવલીનો પુરાવો (Proof of genealogy In Gujarat)માન્ય રાખવામા આવશે. આ ઉપરાંત પ્રમાણપત્ર માટે લાઈટ બિલ, આકારણી રજિસ્ટરની રશીદ, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, રાશનકાર્ડ, મતદાન ઓળખ પત્ર તથા બેંક પાસબુકને પણ પુરાવા તરીકે રજૂ કરી શકાશે.

આ પણ વાંચો: Land Grabbing Act Gujarat: આદિજાતિ પ્રધાનનું મોટું નિવેદન, આદિજાતિઓ પર લેન્ડ ગ્રેબિંગ એકટ લાગુ નહીં થાય

પુરાવા નથી તેમને પણ પ્રમાણપત્ર મળી શકશે

આ અંગે વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, રાજ્યમાં 14 જિલ્લામાં વસતા આદિવાસીઓને કેટલીક ક્ષતિને કારણે પ્રમાણપત્ર મેળવવામાં તકલીફ પડતી હતી. 1976 પછીના જેની પાસે જમીન નથી, પુરાવા નથી તેમને પણ પ્રમાણપત્ર મળી શકશે. સરકારના નવા નિર્ણયથી લોકોની સમસ્યાનું સમાધાન થશે. આદિવાસીને કોઈ નુકસાન ન થાય તે માટે અમે તરફેણમાં છીએ. સમાજ માટે હિત ધરાવતા લોકોએ બેઠકમાં આવવું જોઈએ.

આ પણ વાંચો: Tribal Community Chhota Udepur: આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા 'ઈસમો' શબ્દનો પ્રયોગ થતાં ભડક્યા વિરોધ પક્ષના નેતા, સરકારને આપી ચીમકી

અશ્વિન કોટવાલ બેઠક છોડીને જતા રહ્યા

આદિજાતિ પ્રધાન (Minister of Tribes Gujarat) નરેશ પટેલે જણાવ્યું હતું કે, પણ સાચા આદિવાસી જાતિ પ્રમાણ પત્ર બાબતે કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા સરકારે કરી છે. 14 જિલ્લાના આદિવાસીઓને પ્રમાણપત્ર માટે તકલીફ પડી રહી હતી. જાતિ અંગેના પ્રમાણપત્ર (Caste certificate Gujarat) માટે 2020 પછી વધુ તકલીફ પડતી હતી, માટે તેમાં સુધારો જરૂરી હતો. આદિવાસી જાતિ પ્રમાણપત્ર બાબતે ચોથી બેઠક કરી છે. સાચા આદિવાસી જો અમે માંગેલા પુરાવા રજૂ કરશે તો પ્રમાણપત્ર મેળવવામાં કોઈ તકલીફ નહીં પડે. કોંગ્રેસના સુખરામભાઈ સહિતના કોંગ્રેસના MLA હાજર હતા. અમારી વિશ્લેષણ સમિતિ પુરાવાઓ અને મુશ્કેલીઓનું વિશ્લેષણ કરશે. 14 જિલ્લામાં જે મુશ્કેલીઓ ધ્યાનમાં આવી તે દૂર કરવામાં આવશે. અશ્વિન ભાઈ આ બેઠકમાં હતા. તેઓ સહમત હતા. સમાજના હિતની તેમણે ચિંતા કરી છે. સાચા આદિવાસીઓની મુશ્કેલીઓ દૂર કરવામાં આવશે. તો અમુક ચર્ચા બાદ અશ્વિન કોટવાલ બેઠક છોડીને બહાર નીકળી ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.