ગાંધીનગરઃ સેન્ટ્રલ IBના હાથમાં એક નનામી પત્ર આવ્યો છેે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન સહિત 8 લોકોને મારવાની ઘમકી આપવામાં આવી છે.
મળેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'અમે છેલ્લા ઘણા દિવસોથી તમારા શહેરોમાં છીંએ, અમે તમારા અમુક સ્થળો ઉપર અને અમુક લોકો પર હુમલા પણ કરીશું, અલ્લાહની ઈચ્છા હશે તો અમે મોટા ઇરાદામાં કામયાબ થશું, જ્યારે અનેક જગ્યાએ રમખાણો પણ કરીશું.'
પત્રમાં કોને મળી ધમકી
- અમિત શાહ-કેન્દ્રીય ગૃહપ્રધાન
- વિજય રૂપાણી-મુખ્યપ્રધાન
- નીતિન પટેલ-નાયબ મુખ્યપ્રધાન
- શિવાનંદ ઝા-DG
- જીતુ વાઘાણી-પ્રમુખ ભાજપ ગુજરાત
- પ્રદિપસિંહ જાડેજા-રાજ્ય ગૃહપ્રધાન
- દિલીપદાસજી મહારાજ-જગન્નાથ મંદિર
- આશિષ ભાટિયા- અમદાવાદ CP
- પ્રવીણ તોગડીયા-AHP
- શૈલેષ પરમાર-ધારાસભ્ય કોંગ્રેસ
- ચીફ જસ્ટિસ-ગુજરાત હાઈકોર્ટે
- ભરત બારોટ
- ભૂષણ ભટ્ટ (પૂર્વ ધારાસભ્ય)
આ ઉપરાંત રાજ્યમાં રમખાણો કરાવવાની પણ ધમકી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરને જોડનારા તમામ રસ્તામાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.