ETV Bharat / city

આ યાત્રા ધામ પર જવું થઈ જશે સરળ, 5 સ્ટાર હોટલ જેવું બનશે રેલવે સ્ટેશન

તારંગા હિલથી અંબાજી અને અંબાજીથી આબુ રોડ સુધીની નવી રેલવે લાઈનને 13 જુલાઈએ કેબિનેટ દ્વારા મંજૂરી(Approved by Cabinet) આપવામા આવી છે. જે બાબતે કામગીરી શરુ થઇ ગઈ છે. ગાંધીનગરનના રેલવે સ્ટેશનની(Railway station of Gandhinagar) જેમ અંબાજી રેલ્વે સ્ટેશન પર પણ એક બજેટ હોટલ થવા જય રહી છે.

ગાંધીનગરનના રેલવે સ્ટેશનની જેમ અંબાજી રેલવે સ્ટેશન પર બનશે આ આધુનિક સુવિધા, કેબિનેટની મંજૂરી

author img

By

Published : Jul 21, 2022, 4:06 PM IST

Updated : Jul 21, 2022, 4:14 PM IST

ગાંધીનગર: PM ગતિશક્તિ પ્રોજેક્ટ(PM Gatishakti project) દ્વારા દેશના રેલવે તેમજ રોડવેના માળખાને એક સુસંગત રીતે જોડીને વિકાસની નવી યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી છે. તેના ભાગરૂપે 13 જુલાઈએ કેબિનેટ દ્વારા તારંગા હિલથી અંબાજી અને અંબાજીથી આબુ રોડ સુધીની 116.65 કિમી નવી રેલવે લાઈનને(Ambaji Railway Station) મંજૂરી આપવામા આવી છે. રૂપિયા 2798.16 કરોડના ખર્ચે તારંગા હિલ્સથી આબુ સુધી રેલવે લાઈન સ્થાપિત કરવાને કેબિનેટે મંજૂરી આપ્યા બાદ હવે રાજ્ય સરકાર તેમજ રેલવે વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે.

તારંગા હિલથી અંબાજી અને અંબાજીથી આબુ રોડ સુધી
તારંગા હિલથી અંબાજી અને અંબાજીથી આબુ રોડ સુધી તારંગા હિલથી અંબાજી અને અંબાજીથી આબુ રોડ સુધી

પ્રોજેક્ટને આગળ લઇ જવા અંગેની વ્યૂહાત્મક બાબતો વિશે ચર્ચા - મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સૂચનો અનુસાર 18 જુલાઈ 2022ના રોજ એ રેલવેના GMના અને DRM અમદાવાદ તેમજ પ્રવાસન વિભાગ અને લેન્ડ રિફોર્મના(Department of Tourism and Land Reform) સચિવએ ચીફ સેક્રેટરી પંકજકુમાર સમક્ષ પ્રોજેક્ટની કામગીરીના રોડમેપ અંગે મુલાકાત કરી હતી. આ પ્રોજેક્ટને આગળ લઇ જવા અંગેની વ્યૂહાત્મક બાબતો વિશે તેમાં અધિકારીઓએ ચર્ચા કરી હતી. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી રેલવે સ્ટેશનને શક્તિપીઠની થીમ પર વિકસિત કરવામાં આવશે અને પાંચ માળ સુધી બજેટ હોટલ માટે જગ્યા ફાળવવામાં આવશે. આ પ્રોજેક્ટને આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. 6 રિવર ક્રોસીંગ ધરાવતી તારંગાથી આબુ સુધીની 116.654 કિ.મીની રેલવે લાઈનની કામગીરી ચાર તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે જે 60 ગામડામાંથી પસાર થશે. આ રેલવે લાઈનના નિર્માણથી ગુજરાતના ત્રણ જિલ્લાના 104 ગામડાઓને ફાયદો થશે.

પાંચ માળ સુધી બજેટ હોટલ માટે જગ્યા ફાળવવામાં આવશે

આ પણ વાંચો: સુરતમાં દુબઈ જેવો થ્રી લેયર બ્રિજ, જુઓ સ્કાય વ્યૂ

ગુજરાતમાં 11, રાજસ્થાનમાં 4 સ્ટેશન - આ રેલવે લાઇન ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ રાજસ્થાનના સિરોહી જિલ્લામાંથી પસાર થશે. રેલવે દ્વારા તેના માટે 15 સ્ટેશન સૂચિત કરવામાં આવ્યા છે. જેમાં વરેઠા (વર્તમાનમાં ચાલુ), ન્યૂ તારંગા હિલ, સતલાસણા, મુમનવાસ (હોલ્ટ), મહુડી (હોલ્ટ), દલપુરા, રૂપપુરા (હોલ્ટ), હડદ, આંબા મહુડા (હોલ્ટ), પેટા છપરા (હોલ્ટ), અંબાજી, પારલી છપરી (હોલ્ટ), સિયાવા (હોલ્ટ), કુઈ અને આબુ રોડનો સમાવેશ થાય છે. આમ ગુજરાતમાં 11 અને રાજસ્થાનમાં 4 રેલવે સ્ટેશન સમાવિષ્ટ થશે.

પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી રેલવે સ્ટેશનને શક્તિપીઠની થીમ

શકિતપીઠની થીમ પર દિવ્યાંગ ફ્રેન્ડલી રેલવે સ્ટેશન - અંબાજી શક્તિપીઠની ભવ્યતા અનુસાર શક્તિપીઠની થીમ(Theme of Ambaji Railway Station Shaktipeeth) આધારિત આ રેલવે સ્ટેશનની ડિઝાઇન કરવામાં આવશે. સ્થાનિક માલસામાનની ઉપલબ્ધિથી આ રેલવે સ્ટેશનને ગ્રાઉન્ડ ફ્લોર પર દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ(Handicapped Friemdly Facilities) સાથે વિકસિત કરવામાં આવશે. યાત્રાળુઓની સુવિધાઓ માટે ઉપર પાંચ માળ સુધી 100 રૂમની બજેટ હોટલનું નિર્માણ કરવામાં આવશે. પાર્કિંગ માટે પૂરતી સુવિધાઓ હશે તેમજ સ્ટેશનનું આર્કિટેક્ટ યાત્રાળુઓ માટે નયનરમ્ય બનાવવામાં આવશે. તારંગા હિલ્સ રેલવે સ્ટેશનમાં પણ જૈન આર્કિટેક્ચરના આધારે કાયાપલટ કરવામાં આવશે.

ગુજરાતમાં 33 મેજર બ્રિજ બનશે, 409 હેક્ટર જમીનનો ઉપયોગ - ગુજરાતના ત્રણ જિલ્લાઓમાંથી કુલ 409.480 હેક્ટર જમીન આ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવામાં આવશે. તેમાં કુલ 33 મેજર બ્રિજ નિર્માણ કરવામાં આવશે જેમાં મહેસાણાના સતલાસણા તાલુકામાં 8, બનાસકાંઠાના દાંતામાં 17 અને સાબરકાંઠાના પોશીનામાં 8 બ્રિજ બનાવવામાં આવશે. જેમાં રોડ ઓવર બ્રિજની વાત કરીએ તો મહેસાણાના ખેરાળુ અને સતલાસણામાં 2-2, તેમજ દાંતા અને પોશીનામાં 1-1 બ્રિજ નિર્માણ થશે. કુલ 47 રોડ અન્ડર બ્રિજનું નિર્માણ થશે જેમાં સતલાસણામાં 13, દાંતામાં 28 અને પોશીનામાં 6 બ્રિજનું નિર્માણ કરવામા આવશે.

આ પણ વાંચો: ગાંધીનગર રેલવે સ્ટેશન પર હોટેલ તૈયાર, ઉદ્દઘાટન માટે પીએમ મોદીનો સમય માંગ્યો : વિજય રૂપાણી

રેલવે રૂટથી વિકાસ - તારંગા-આબુરોડ રેલવે લાઈનથી તેની આસપાસના વિસ્તારમાં આવતા અનેક ગામડાઓ તેમજ મુખ્ય મથકો રેલવે કનેક્ટિવિટીથી જોડાશે, નવા ઉદ્યોગ અને સાહસોને કનેક્ટિવિટી વધતા પ્રોત્સાહન મળશે, રોજગારીની નવી તકો સર્જાશે અને આ વિસ્તારનો વિકાસ થશે. અંબાજી અને તેની આસપાસના વિસ્તારમાં માર્બલ ઉદ્યોગ વિકસ્યો(Marble industry flourished) છે. આ રેલવે લાઈનથી માર્બલ ઉદ્યોગના પરિવહન માટે મોટી સુવિધા ઉપલબ્ધ થશે. અંબાજી અને તેની આસપાસનો વિસ્તાર પર્વતીય હોઈ પરિવહનને લઇ અનેક પ્રશ્નો ઉભા થતા હતા, પરંતુ હવે માર્બલ ઉદ્યોગ માટે પરિવહનની મુશ્કેલીઓ દૂર થશે.

Last Updated : Jul 21, 2022, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.