ETV Bharat / city

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,120 કેસ નોંધાયા, 174ના થયા મોત - Corona New Case

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,120 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 174 દર્દીઓના મુત્યુ થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,120 કેસ નોંધાયા

author img

By

Published : Apr 28, 2021, 10:31 PM IST

  • રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
  • છેલ્લા 24 કલાકમાં 14,120 પોઝિટિવ કેસ નોંધાયા
  • 8595 દર્દીઓએ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 174 દર્દીઓના મોત નિપજ્યા

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને રિકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 14,120 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે આજે બુધવારે 174 લોકોના મૃત્યુ પણ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોના બેકાબૂ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5672 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2206 દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. રાજ્યમાં સૌથી વધુ મૃત્યું સુરત કોર્પોરેશન વિસ્તારમાં 26 નોંધાયા છે. સુરતમાં આજે બુધવારે 1764, રાજકોટમાં 363 અને બરોડામાં 622 પોઝિટિવ કેસ નોંધાયા છે.

કોરોના ગ્રાફ
કોરોના ગ્રાફ

આ પણ વાંચોઃ રાજ્યમાં 1 મેથી 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે

રાજ્યમાં કેટલા નાગરિકોનું થયું રસીકરણ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 95,64,559 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 21,93,303 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે સમગ્ર રાજ્યમાં 1,17,57,862 ને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. જ્યારે રિકવરી રેટ 74.01 ટકા જેટલો નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,98,824 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,33,191 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 421 વેન્ટિલેટર પર અને 1,32,770 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 6830 નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.