ગાંધીનગર : કોરોના વાઇરસને પગલે જાહેર થયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કારણે 23 માર્ચથી આ ખરીદી ખરીદ કેન્દ્રો બંધ થતાં બંધ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ત્યારબાદ ફરીથી તા.૧ મેં થી ટેકાના ભાવે ઘઉંની ખરીદીની પ્રક્રિયા શરૂ કરેલી છે જે આગામી તા.30 જૂન સુધી ચાલશે. તદઅનુસાર, રાજ્યમાં નોંધાયેલા ઘઉં પકવતા ૪૭પ૦ર ખેડૂતો પૈકી 17 જૂન બુધવાર સુધીમાં 10,296 ધરતીપુત્રોએ રાજ્ય નાગરિક પુરવઠા નિગમને કુલ 42,472 મે.ટન ઘઉંનું વેચાણ ટેકાના ભાવે કર્યુ છે. આ ઘઉંની કુલ કિંમત રૂ. 82 કરોડ જેટલી થવા જાય છે.
આ દરમિયાન રાજ્યના 103 ખરીદ કેન્દ્ર પર ૬પ૬૮ ખેડૂતોએ 11,530 મે.ટન તુવેરનું વેચાણ કર્યુ છે અને તેની અંદાજિત કિમંત રૂપિયા 67 કરોડ જેટલી થવા જાય છે. સમગ્ર રાજ્યમાં તુવેર ખરીદીના સમયગાળા દરમયાન કુલ નોંધાયેલા ખેડૂતોની સંખ્યા 16,345 છે.
રાજ્ય સરકારે આમ ઘઉંની ટેકાના ભાવે ખરીદી પેટે 82 કરોડ રૂપિયા અને તુવેરની ટેકાના ભાવે ખરીદીના 67 કરોડ મળી કુલ 149 કરોડ રૂપિયાનો આર્થિક આધાર ઘઉં અને તુવેર પકવતા ધરતીપુત્રોને આપ્યો છે.