- લોકોને આકર્ષી રહ્યું છે સફેદ વાઘનું નજરાણું
- 24 ઓગસ્ટે સફેદ વાઘ લોકોને જોવા માટે ખુલ્લો મૂકાયો
- જે મુલાકાતીઓની સંખ્યા 20 દિવસે થતી એટલી હવે અઠવાડિયામાં થાય છે
ગાંધીનગર: એપ્રિલ મહિનામાં વાઘની જોડી ઈન્દ્રોડા પાર્કમાં લવાઈ હતી. સફેદ વાઘની જોડી રાજકોટ અને જૂનાગઢથી ઈન્દ્રોડા પાર્ક લવાઈ હતી. જેમાંના એક વાઘને ઈન્દ્રોડા પાર્કમાં રખાયો છે, જ્યારે બીજો સફેદ વાઘ કેવડિયામાં મોકલવામાં આવ્યો છે. ત્રણ મહિના સુધી આ વાઘને જોવાની પરમિશન આપવામાં નહોતી આવી પરંતુ ઓગસ્ટ એન્ડમાં લોકોને છૂટ મળતા આ વાઘને જોવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. આ ઉપરાંત ઝરણાં, પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, ઘાસ, વાંસની વચ્ચે વાઘ, સિંહ, દીપડાને રાખવામાં આવી રહ્યા છે. તેમાં પણ ઝરણાની વચ્ચે વિહરતો સફેદ વાઘ પહેલીવાર અહીં લવાયો હોવાથી સૌ કોઈમાં આકર્ષણ જન્માવી રહ્યો છે. જેથી લોકોને ત્યાં ઉભા રહી રૂબરૂ જંગલમાં જોતા હોય તે રીતનો નજારો જોવા મળે છે.
સફેદ વાઘ જોવા 8 દિવસમાં 25,510 લોકોએ મુલાકાત લીધી
24 ઓગસ્ટના રોજ ઈન્દ્રોડા પાર્કમાં એપ્રિલ મહિનાથી લાવવામાં આવેલા બે સફેદ વાઘ પૈકી એક વાઘ લોકોને જીવ માટે ખુલ્લો મુકાયો હતો. આજ દિવસે પૂર્વ વન પ્રધાન ગણપત વસાવાએ વાઘ સહિતના પ્રાણીઓ માટે આવાસો પણ ખુલ્લા મુક્યા હતા. 25 ઓગસ્ટે પહેલા દિવસે જ 775 લોકોએ ઇન્દ્રોડા પાર્કની મુલાકાત લીધી હતી. 1 ઓગસ્ટથી લઈને 23 ઓગસ્ટ સુધી માત્ર 21,484 લોકો ઈન્દ્રોડા પાર્ક આવ્યા હતા પરંતુ જેવુ ઉદ્ઘાટન થયું ત્યારથી તારીખ 24 ઓગસ્ટથી લઇ 31 ઓગસ્ટ સુધીમાં 25,510 લોકોએ ઈન્દ્રોડા પાર્કની મુલાકાત લીધી હતી. એટલે કે આઠ જ દિવસમાં 25 હજારથી વધુ લોકોએ ઈન્દ્રોડા પાર્કની મુલાકાત લીધી.
આ પણ વાંચો: રાજકોટથી પ્રથમ વાર સુરત આવનાર ગૌરવ અને ગરિમા 14 દિવસ માટે ક્વાટેનટાઇન થયા
માત્ર 28 દિવસમાં 50,775 લોકોએ મુલાકાત લેતા વિઝિટર ડબલ થયાં
વિઝિટરની સંખ્યા જે અક મહિનામાં 25થી 27 હજાર આસપાસ થતી હતી, તેની સંખ્યા ડબલ થઇ છે. 24 ઓગસ્ટથી લઈને 20 સપ્ટેમ્બરના વન ઈન્દ્રોડા પાર્કની વિઝિટર બુકના ડેટા પ્રમાણે 28 દિવસમાં 50,775 લોકોએ ઈન્દ્રોડા પાર્કની મુલાકાત લીધી છે. એટલે કે ઇન્કમ પણ ડબલ થઈ કહેવાય. એક વિઝિટર પાસે એન્ટ્રી ફિ રૂપિયા 30 લેવામાં આવે છે. જ્યારે નાના બાળકોની એજ પ્રમાણે અલગ અલગ એન્ટ્રી ફી વસૂલવામાં આવે છે. જેથી સફેદ વાઘ અને આવાસોના કારણે ઈન્દ્રોડા પાર્કની આવક ડબલ થઇ છે.
આ પણ વાંચો: કેવડિયા જંગલ સફારી પાર્કમાં નવા મહેમાનનું આગમન, જાણો કોણ છે ?
કોરોના સિવાયની પરિસ્થિતિમાં 5 લાખ જેટલા પ્રવાસીઓ આવે છે
2 કરોડના ખર્ચે આ ત્રણ આવાસો બનાવવામાં આવ્યા છે. જેમાં સિંહ, વાઘ અને દીપડાને રાખવામાં આવ્યા છે. વન્યજીવોને કુદરતી અવસ્થામાં નિહાળી શકાય તે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દીપડો અને સિંહ તેમજ વાઘ હતા પરંતુ સફેદ વાઘ જોવાનો ઉત્સાહ લોકોમાં વધુ જોવા મળે છે. કોરોના સિવાયની પરિસ્થિતિ સિવાય 5 લાખ જેટલા પ્રવાસીઓ અહીં વર્ષ દરમિયાન આવતા હોય છે પરંતુ એ સંખ્યા દોઢ ગણી થાય તેવી શક્યતાઓ છે. ઈન્દ્રોડા પાર્કમાં 27 સાબર, 68 ચિતલ, અને 96 જેટલા કાળિયાર, મગરો જેવા પ્રાણીઓ આવેલા છે.
- આ ઈન્દ્રોડા પાર્કમાં સિંહ, વાઘ અને દીપડા માટે તૈયાર કરાયેલા આધુનિક ઓપન મોટ આવાસોનું ઉદ્ઘાટન 24 ઓગસ્ટે રાજ્ય કક્ષાના પૂર્વ વનપ્રધાન ગણપત વસાવા અને રાજ્યપ્રધાન રમણભાઇ પાટકર દ્વારા કરાયું હતું. 2 કરોડના ખર્ચે આ ત્રણ આવાસો બનાવવામાં આવ્યા છે, જેમાં આજથી સિંહ, વાઘ અને દીપડાને રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત બે સફેદ વાઘ પણ આજે લોકોને જોવા માટે ખુલ્લા મુકાયા હતા.
- સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં આવેલું કેવડિયા જંગલ સફારી પાર્કમાં છે. કેવડિયા જંગલ સફારી પાસે પહેલાથી જ વીર નામનો સફેદ નર વાઘ છે, હવે તેના સાથીદાર સફેદ માદા વાઘ “શક્તિ”ને 16 ઓગસ્ટે લાવવામાં આવી હતી. જેથી જંગલ સફારીમાં આવતા હજારો આંગતુક પ્રવાસીઓ માટે એક વધારાનું આકર્ષણ બન્યું હતુ.