ETV Bharat / city

ગાંધીનગર મહાનગરપાલિકામાં રહેલા અવિશ્વાસને દૂર કરવા પ્રભારી પ્રધાન આજે બેઠક યોજશે

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તરણની સાથે શાસક પક્ષના સભ્યો અને વહીવટી તંત્ર વચ્ચે વધી રહેલી ખાઈને પૂરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકામાં ઘર કરી ગયેલા અવિશ્વાસને દૂર કરવા માટે મંગળવારે પ્રભારી પ્રધાન દ્વારા વધુ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

kaushik patel
પ્રભારી પ્રધાન
author img

By

Published : Jul 14, 2020, 4:55 AM IST

ગાંધીનગરઃ મ્યુનિસિપલ કોર્પરેશનના હદ વિસ્તરણની સાથે શાસક પક્ષના સભ્યો અને વહીવટી તંત્ર વચ્ચે વધી રહેલી ખાઈને પૂરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. મહિનાઓથી મહાનગરપાલિકામાં ઘર કરી ગયેલા અવિશ્વાસના વાઇરસથી મુક્ત કરવા માટે મંગળવારે પ્રભારી પ્રધાન દ્વારા વધુ એક બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં મેયર, સ્થાયી સમિતી ચેરમેન અને ડેપ્યુટી મેયર ઉપરાંત કમિશનરને પણ હાજર રહેવા જણાવાયું છે. કોરોના મહામારીના પગલે મહાનગરપાલિકાના અટકી પડેલા કરોડો રૂપિયાના નવા કામો હાથ પર લેવા અને વિવાદાસ્પદ મુદ્દાઓને ઉકેલવા માટે યોજાઈ રહેલી આ બેઠકમાં કાઉન્સિલરો અને સંગઠનના હોદ્દેદારોને બાકાત રાખવામાં આવ્યા છે.

kaushik patel
હોદ્દેદારોને પ્રભારી પ્રધાન 'પાઠ' ભણાવશે

આ અગાઉ પ્રભારી પ્રધાન કૌશિકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કાઉન્સિલરો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર અને ચૂંટાયેલા સભ્યો વચ્ચેના વિવાદનો લાભ લઈને સંકલન સમિતીની બેઠકો યોજવાનો નિર્ણય લેવાયા બાદ મહાનગરપાલિકા પ્રમુખ અને મહામંત્રીને ટેન્ડર પ્રક્રિયાનું રિમોટ કંટ્રોલથી સંચાલન કરવાની સત્તા મળી ગઈ છે. સંગઠનના હાથમાં સત્તાનો દોર આવી જતાં ચેરમેન અને સભ્યો પાસે હવે માત્ર રબર સ્ટેમ્પ જેવી જ કામગીરી રહી છે. ગુરુવારે યોજાનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે સંકલન સમિતીમાં કરોડો રૂપિયાના ટેન્ડરોને મંજૂરી અંગે સૂચના અપાઈ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યુ હતું.

ખાસ કરીને રૂપિયા 38 કરોડના ખર્ચે બગીચાઓના નવીનીકરણ માટે બહાર પડેલા ત્રણ ટેન્ડર હવે આખરી તબક્કામાં છે. સ્થાયી સમિતી સમક્ષ તેને રજૂ કરી દેવાયું છે, પરંતુ ગુરુવારની બેઠકમાં તેનો સમાવેશ કરાયો નથી. શંકાસ્પદ રીતે ત્રણ એજન્સીએ રિંગ બનવીને એક-એક ટેન્ડર મળે તેવી ગોઠવણ કરી હોવાનું શાસક પક્ષના સભ્યો માની રહ્યા છે.

સંગઠનના હોદ્દેદારો ઝડપથી આ ટેન્ડરને મંજૂરી આપવા ઈચ્છી રહ્યા છે. વળી, લાંબા સમયથી પડતર રહેલા ભરતી-બઢતીના નિમયો અને નવી ભરતીની દરખાસ્ત અંગે પણ ગુરુવારે નિર્ણય લેવાનો છે. મહત્ત્વના નિર્ણયો લેવાના સમયે જ સંગઠનની દખલગીરી વધી છે, ત્યારે પ્રભારી પ્રધાને બેઠક બોલાવી છે. મ્યુનિ. કમિશનર અને શાસક પક્ષના સભ્યો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં મેયરે વહીવટી તંત્રનો સાથ આપ્યો હોવાની વાત હજૂ વિસરાઈ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.