ETV Bharat / city

આંતરિયાળ વિસ્તારોમાં દિવાળી પહેલા 100 ટકા કોરોના વેક્સિનેશન માટે સરકાર સામાજિક સંસ્થાઓની લેશે મદદ - ભારતમાં 100 કરોડ વેક્સિનેશન પૂર્ણ

સમગ્ર દેશમાં કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. ત્યારે રાજ્ય સરકારે પણ રાજ્યમાં 100 ટકા વેક્સિનેશન (100 percent Vaccination) પૂર્ણ થાય તે માટે કમર કસી છે. રાજ્ય સરકાર હવે રિમોટ વિસ્તારમાં (Remote area) કે જ્યાંથી નાગરિકોનું વારંવાર સ્થળાંતર થાય છે. તેવા વિસ્તારમાં સામાજિક સંસ્થાઓ (Social Organizations) અને સહકારી બેન્કોને (Cooperative Banks) જવાબદારી સોંપશે. તેમ જ રાજ્ય સરકાર તેમની સાથે મળી 100 ટકા કોરોના વેક્સિનેશન (Corona Vaccination) પૂર્ણ કરવા આયોજન કર્યું છે.

રિમોટ એરિયા સહિત રાજ્યમાં દિવાળી પહેલા 100 ટકા કોરોના વેક્સિનેશન માટે સરકાર સામાજિક સંસ્થાઓની લેશે મદદ

author img

By

Published : Oct 23, 2021, 2:15 PM IST

  • રાજ્યમાં 100 ટકા કોરોના વેક્સિનેશન બાબતે સરકારનું આયોજન
  • રાજ્યમાં સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ લેવામાં આવશે મદદ
  • સરકારી બેન્ક સાથે રિમોટ વિસ્તારમાં કરાશે વેક્સિનેશનની કામગીરી
  • રાજ્યમાં દિવાળી પહેલા 100 ટકા વેક્સિનેશન માટે મતદારયાદીનો થશે ઉપયોગ

ગાંધીનગરઃ સમગ્ર દેશમાં કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. આ સાથે જ દેશે નવી સિદ્ધિ હાંસલ કરી છે. તેવામાં રાજ્ય સરકાર પણ હવે 100 ટકા વેક્સિનેશનના (100 percent Vaccination) લક્ષ્યાંકનો પીછો કરી રહી છે. આ માટે રાજ્ય સરકારે હવે નવું આયોજન કર્યું છે. રાજ્યના રિમોટ વિસ્તાર (Remote area) કે જ્યાંથી નાગરિકોનું વારંવાર સ્થળાંતર થાય છે. તેવા વિસ્તારમાં હવે રાજ્ય સરકાર સામાજિક સંસ્થાઓ અને સહકારી બેન્કોને (Cooperative Banks) જવાબદારી સોંપશે. આ સાથે જ રાજ્ય સરકાર 100 ટકા કોરોના વેક્સિનેશનનો (Corona Vaccination) લક્ષ્યાંક પૂર્ણ કરશે.

આ પણ વાંચો-ગુજરાત રાજ્ય 100 ટકા કોરોના વેક્સિનેશન માટે માત્ર એક વેંત દૂર, બૂસ્ટર ડોઝ માટે સરકાર સંપૂર્ણ તૈયારઃ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ

પ્રોજેકટ પ્રતિરક્ષાનું લોન્ચિંગ

રાજ્ય સરકારે દેશની સૌથી મોટી બેન્ક સાથે મળીને રાજ્યના 6 જિલ્લાના 10 તાલુકા વિસ્તારને પસંદ કર્યા છે, જેમાં ડાંગ, દેવભૂમિદ્વારકા, જૂનાગઢ, સુરત, નર્મદા અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે. મહત્ત્વની વાત કરીએ તો આ તમામ જિલ્લાઓમાં નાગરિકો કામની શોધમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ફરતા હોય છે ત્યારે તમામ પ્રકારનું આયોજન અને તેમના પરિવાર સાથે સંપર્ક કરીને બહાર ગયેલા વ્યક્તિ ક્યારે પરત ફરશે. તે તમામ વિગતો સાથેનું વેકિસનેશન શરૂ કરવામાં આવશે.

સરકારી બેન્ક સાથે રિમોટ વિસ્તારમાં કરાશે વેક્સિનેશનની કામગીરી

આ પણ વાંચો- 100 Cr Vaccination Doses : વડાપ્રધાન મોદીએ RML હોસ્પિટલમાં કરી ગાર્ડ સાથે વાતચીત

1.25 લાખ પરિવારનો ડેટા કે જેમણે રસી નથી લીધી

સમગ્ર રાજ્યમાં કુલ 1,25,000 પરિવારનો ડેટા પણ રાજ્ય સરકાર સમક્ષ આવ્યો છે, જેમાં એક પણ વ્યક્તિએ કોરોનાની વેક્સિન લીધી નહીં હોવાનું સામે આવ્યું છે. કારણની વાત કરીએ તો આ તમામ પરિવારોના સભ્યો કામની શોધખોળમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ રહ્યા છે. જ્યારે આવા તમામ પરિવારો મજૂરી કરી રહ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. ત્યારે આવા 1,25,000 પરિવારમાં કુલ 5 લાખ જેટલા રોજ આગામી સમયમાં આપવામાં આવશે. મહત્ત્વની વાત કરીએ તો, દિવાળીના તહેવારમાં તમામ કન્સ્ટ્રકશન સાઈટ બંધ હોય છે ત્યારે આવા નાગરિકો પોતાના જિલ્લામાં અનેક ગ્રામ્ય વિસ્તારમાં આવતા હોય છે. તે દરમિયાન તેમનું વેક્સિનેશન કરવામાં આવશે. તેવું નિવેદન પણ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે આપ્યું હતું.

લોકોને અફવાથી દૂર કરાશે

સમગ્ર દેશમાંથી વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે અનેક એવી અફવાઓ શરૂ થઈ શકે છે કે, વેક્સિનેશનથી વ્યક્તિને નુકસાન થાય છે. જ્યારે કોરોના એ ફક્ત શહેર વિસ્તાર પૂરતો છે. ગ્રામ્ય વિસ્તારમાં નહીં આવે. આ ઉપરાંત વેક્સિન લેવાથી વ્યક્તિનું મૃત્યુ થાય છે તેવી અફવાઓથી દૂર કરવામાં આવશે. આમ, 400 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરવા રાજ્ય સરકાર અને ખાનગી સંસ્થા તથા દેશની સૌથી મોટી બેન્ક દ્વારા 6 જિલ્લાના 10થી વધુ તાલુકામાં વાહન અને વોલ પેઈન્ટિંગના માધ્યમથી લોકોમાં વેક્સિનેશનની જાગૃતિ ફેલાવાશે.

મતદારયાદીનો થશે ઉપયોગ

રાજ્યના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, જે ગ્રામ્ય વિસ્તારોમાં અથવા શહેરી વિસ્તારોમાં વેક્સિનેશન થોડાક અંશે બાકી છે. તેવા વિસ્તારોમાં આશાવર્કર બહેનો અને આંગણવાડીની બહેનોની મદદથી મતદાર યાદીનો ઉપયોગ કરીને 100 ટકા વેક્સિનેશન સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કામગીરી યથાવત્ રહેશે. મહત્ત્વની વાત કરીએ તો, ચૂંટણીના સમયે આંગણવાડી બહેનો અને આશા વર્કરોને ચૂંટણીની પણ કામગીરી સોપવામાં આવે છે અને જ્યારે આ બહેનો પોતાના વિસ્તારના લોકોથી પરિચિત હોય છે ત્યારે કોણે વેક્સિન લીધી છે અને કોણે વેક્સિન નથી લીધી. તે સારી રીતે ડેટા પ્રાપ્ત થઈ શકે તેને ધ્યાનમાં લઈને મતદાર યાદીનો ઉપયોગ પણ વેક્સિનેશનની પ્રક્રિયામાં વધુ મહત્ત્વનો રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.