ગાંધીનગર : ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો ઉપર ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં બાદ બેઠક ખાલી પડી છે. પરંતુ કોરોનાને લીધે પેટાચૂંટણી થઈ શકી નહીં. હવે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ચૂંટણીપંચ દ્વારા પેટાચૂંટણી અને આવનારા કોર્પોરેશન એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ઇવીએમ મશીનના ચેકિંગ પૂર્ણ કરવામાં આવ્યાં છે. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણી બાબતે નિયત સમય કરતાં બે કલાક વધુ મતદાન સમય કરાય તેવી પણ વિચારણા ચાલી રહી છે. મતદાન પહેલાં એક કલાક અને મતદાન પછીનો એક કલાક આમ કુલ બે કલાક સમય વધારી શકાય તેવી પણ વિચારણા ચૂંટણીપંચ દ્વારા શરૂ કરવામાં આવી છે.
પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચૂંટણીપંચે તૈયારી હાથ ધરી, સમયમાં વધારો કરવાની વિચારણા - મતદાન સમય
રાજ્યમાં ખાલી પડી રહેલી આઠ વિધાનસભા બેઠક પર બાય ઇલેક્શન યોજવાની અને કોર્પોરેશનના ઇલેકશન બાબતે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જ્યારે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મતદાનના સમયમાં બે કલાકનો વધારો કરવાની ચૂંટણીપંચ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.