ETV Bharat / city

ખેડૂત આંદોલન: ગુજરાત કોંગ્રેસે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી, કેન્દ્ર સરકાર સરમુખત્યારશાહી ચલાવી રહી છે- ભરતસિંહ સોલંકી

સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના ખેડૂત બિલને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગત કેટલાય દિવસથી ખેડૂતો દિલ્હીની સરહદ ઉપર બેસીને આંદોલન કરી રહ્યા છે. જેને સમર્થન આપવા કોંગ્રેસ દ્વારા તમામ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતોના સમર્થનમાં ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ETV BHARAT
કેન્દ્ર સરકાર સરમુખત્યારશાહી ચલાવી રહી છે
author img

By

Published : Dec 6, 2020, 10:21 PM IST

  • ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂત બિલને લઈને કોંગ્રેસનો વિરોધ
  • કોંગ્રેસના દિગગજ નેતાઓ રહ્યા હાજર
  • આવનારા ઇલેક્શનમાં જીતવાનો માહોલ ઉભો કર્યો

ગાંધીનગર: સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના ખેડૂત બિલને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગત કેટલાય દિવસથી ખેડૂતો દિલ્હીની સરહદ ઉપર બેસીને આંદોલન કરી રહ્યા છે. જેને સમર્થન આપવા કોંગ્રેસ દ્વારા તમામ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતોના સમર્થનમાં ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ સાથે જ હાર્દિક પટેલે પણ પ્રથમ વખત આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ભરતસિંહ સોલંકીએ ઇલેક્શન લડવા નહીં પણ જીતવાનો મંત્ર આપ્યો

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આંદોલન દરમિયાન પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ ગત કેટલાય વર્ષોથી ચૂંટણી લડી રહ્યું છે, પરંતુ તેમને હારનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ ફક્ત ચૂંટણી લડવા માટે નહીં, પરંતુ ચૂંટણી જીતવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે, ગત 22 વર્ષથી ગુજરાતમાં ભાજપની સત્તા છે, ત્યારે કોંગ્રેસ પણ હવે આવનારી ચૂંટણીઓમાં જીતશે તેવો મંત્ર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આપ્યો હતો. આ સાથે જ કેન્દ્ર સરકારને આડે હાથ લેતા સોલંકીએ આક્ષેપ કર્યા હતા કે, કેન્દ્ર સરકાર પોતાની રીતે સરમુખત્યારશાહી અપનાવી રહી છે. સરકાર નોટ બંધી, GST અને CAA બિલ બાદ ખેડૂતોના બિલ પાસ કરીને પોતાની રીતે જ નિર્ણય કરી રહી છે.

ગુજરાત કોંગ્રેસે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી

યુવાનો આંદોલન કરે તો ટુકડે-ટુકડે ગેંગ, ખેડૂતો આંદોલન કરે તો આંતકવાદી

ગાંધીનગરમાં કોંગ્રેસનાં ધરણાં દરમિયાન યુવા નેતા હાર્દિક પટેલે પણ સરકાર વિરુદ્ધ અનેક આક્ષેપ કર્યા હતા. હાર્દિક પટેલે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, યુવાનો આંદોલન કરે તો ટુકડે-ટુકડે ગેંગ કહેવામાં આવે છે. ખેડૂતો આંદોલન કરે તો આતંકવાદી કહેવામાં આવે છે. આ આંદોલન ફક્ત એક દિવસનું આંદોલન નથી, આ એક દિવસના ધરણાં નથી, પરંતુ આ પરિવર્તનનો પ્રથમ દિવસ છે. આજથી જ મહત્વની શરૂઆત થઈ છે.

ખેડૂત બિલથી શું ફાયદો થશે તે હજુ સરકારે જાહેર નથી કર્યું

હાર્દિક પટેલ ખેડૂત બિલ મુદ્દે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે લોકસભામાં જે ખેડૂત બિલ પાસ કર્યું છે, તેનાથી સામાન્ય ખેડૂતોને શું ફાયદો થશે તે હજુ સુધી સરકારે જાહેર કર્યું નથી. અત્યાર સુધી ખેડૂતો સાથે થયેલી તમામ બેઠકોમાં પણ કોઈ જ પરિણામ આવ્યું નથી. આ સાથે જ હાર્દિક પટેલે કહ્યું કે, સરકાર હજુ સુધી GST અને નોટબંધી જેવા બિલો પાસ થવાનો ફાયદો પણ જણાવી શકી નથી.

કોવિડ-19 ગાઈડલાઇન્સ પ્રમાણે ધરણાં

કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે યોજવામાં આવેલા ધરણાંના કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષે કોરોના ગાઈડલાઇન્સનું સંપૂર્ણપણે પાલન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગણતરીની સંખ્યામાં જ કાર્યકરોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.