ગાંધીનગરઃ રાજ્યમાં વર્ષ 2005થી બંધ થયેલી જૂની પેન્શન સ્કીમ ફરીથી શરૂ થાય તેવી માગ સાથે શિક્ષકોએ આંદોલન અને ધરણા પ્રદર્શન (Teachers protest in Gandhinagar) કરી રહ્યા છે. અગાઉ 8 એપ્રિલે રાજ્યના તમામ જિલ્લા ખાતે શિક્ષકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારે શુક્રવારે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યના તમામ જિલ્લાઓના શિક્ષકો એકઠા થઈને શિક્ષકોનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે જૂની પેન્શન સ્કીમ યોજના લાગુ કરે તેવી માગ (Demand to start old pension scheme scheme) પણ ઉચ્ચારવામાં આવી છે.
વિરોધમાં હજારોની સંખ્યામાં શિક્ષકો જોડાયા - ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શુક્રવારે બપોરે 3 વાગ્યાથી રાજ્યના તમામ જિલ્લાઓમાંથી આવેલા શિક્ષકો દ્વારા ધરણા પ્રદર્શન અને શક્તિ પ્રદર્શન (Teachers protest in Gandhinagar) કરવામાં આવ્યું હતુંય મહત્વની વાત કરીએ તો રાજ્ય સરકાર જૂની પેન્શન સ્કીમ યોજના (Demand to start old pension scheme scheme) લાગુ કરવામાં આવે. તેને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય સ્વૈચ્છિક શિક્ષકના આગેવાન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.
સરકાર જૂની સ્કિમ લાગુ કરે નહીં તો શિક્ષકો રસ્તા પર ઉતરશે- શિક્ષકોના ધરણા પ્રદર્શન બાબતે રાષ્ટ્રીય શિક્ષણ સંઘના (National Federation of Education) આગેવાન અને મુખ્ય આયોજક ભીખા પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે જૂની સ્કિમ લાગુ (Demand to start old pension scheme scheme) કરે. આ શિક્ષકોનું એક શક્તિ પ્રદર્શન જ છે. જો આવનારા સમયમાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવામાં નહીં આવે તો શિક્ષકો હવે રોડ પર ઉતરશે તેવી પણ સ્પષ્ટ ચીમકી રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ (National Federation of Education) દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો- 'આપ'નો વાદ : સરકાર સામે 7 લાખ સરકારી કર્મચારીઓની મેદાન-એ-જંગ
અત્યારે જે શિક્ષકો નિવૃત થાય તો 5000 જેટલું જ પેન્શન - ભીખાભાઈ પટેલે શિક્ષકોના પેન્શન બાબતે જણાવ્યું હતું કે, જો અત્યારે શિક્ષકો નિવૃત્ત થાય તો તેઓને મહિને 5,000 રૂપિયા જેટલું પેન્શન મળે છે. આગામી દિવસોમાં આટલી રકમ યોગ્ય નથી. ત્યારે જો રાજ્ય સરકાર જૂની પેન્શન સ્કીમ (Demand to start old pension scheme scheme) લાગુ કરવામાં આવે તો શિક્ષક નિવૃત્ત શિક્ષકોને સારું એવું પેન્શન પ્રાપ્ત મળી શકે છે. આથી રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે જૂની પેન્શન સ્કીમ યોજના લાગુ કરવામાં આવે.
આ પણ વાંચો- Ambedkar Jayanti 2022 : શા માટે, રાજ્યના દોઢ લાખ શિક્ષકો આગામી દિવસોમાં વિધાનસભાનો કરશે ઘેરાવો
જૂની પેન્શન સ્કિમ માટે આંદોલન - શૈક્ષિક સંઘના સંગઠન મંત્રી પરેશ પટેલે 8 એપ્રિલે પત્રકારો સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (National Federation of Education) રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ભેગા થઈને આ કાર્ય કરી રહી છે અને ગુજરાત રાજ્યમાં જૂની પેન્શન સ્કીમ શરૂ થાય. તે માટે 33 જિલ્લામાં ધરણાં, રેલી અને આવેદનપત્રનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જ્યારે આજે આ પ્રથમ તબક્કામાં આંદોલન શરૂ કર્યું છે અને જ્યાં સુધી જૂની પેન્શન સ્કીમ યોજના લાગુ નહીં (Demand to start old pension scheme scheme) થાય ત્યાં સુધી અલગ અલગ કાર્યક્રમો આપવાની ચીમકી પણ પરેશ પટેલે ઉચ્ચારી હતી.