- વ્યાયામ શાળાના 20 હજાર ઉમેદવારો બેકાર
- શાળાઓમાં 10 હજાર જગ્યાઓ વ્યાયામ અને કલાના શિક્ષકોની ખાલી
- વ્યાયામ અને કલાના શિક્ષકોની 2007 પછી શાળાઓમાં ભરતી નથી કરાઈ
ગાંધીનગર : શિક્ષકોની ભરતીઓ ન થવાથી ઘણા ઉમેદવારોને (TAT Pass) બેકાર બેસવાનો વારો આવ્યો છે. રાજ્યમાં ઘણા સમયથી ભરતી પ્રક્રિયા યોજવામાં ન આવતા વ્યાયામ અને કલાના ટાટ પાસ ઉમેદવારો અને ગુજરાત વ્યાયામ હિત રક્ષક સમિતિ દ્વારા એક બનો નેક બનો અને અમારી માંગણીઓ પૂરી કરોના નારા સાથે કરી વિરોધ નોંધાવ્યો હતો.
અમારો વિષય અંશકાલીન તરીકે મૂકી દેવામાં આવ્યો
ઉમેદવાર જન્મેયજયસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં 10 હજાર જેટલી જગ્યાઓ અમારી ખાલી છે. 2007 પછી પ્રાથમિક શાળાઓ કે કોલેજો સુધી ભરતી કરવામાં આવી નથી. અમે બધા ટાટ પાસ ઉમેદવારો હોવા છતાં અમારી ભરતી થતી નથી. 700 ઉમેદવારોએ ટાટા પાસ કરી છે તેમ છતાં પણ સરકાર ભરતી કરી નથી. અમારો વિષય અંશકાલીન તરીકે મૂકી દેવામાં આવ્યો છે. જેથી અમારા પર ઘોર અન્યાય થઇ રહ્યો છે.
100થી વધુ વાર અમે સરકાર સામે રજૂઆત કરી
અમારી સરકાર સમક્ષ રજૂઆત છે અને સંવેદના છે કે, અમે હકારાત્મક લડત કરી છે, સરકાર સમક્ષ મુલાકાતો પણ કરી છે. 100થી વધુ વાર અમે સરકાર સામે રજૂઆત કરી છે. અમારી વાતને ધ્યાનમાં લેવામાં આવતી નથી. અમે કેન્દ્ર સરકાર સુધી પણ અમારી રજૂઆતો મોકલી છે, પરંતુ ત્યાંથી પણ અમને કહેવામાં આવ્યું છે કે તેનો સ્વતંત્ર હવાલો ગુજરાત રાજ્ય પાસે છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ વાત ધ્યાને લેવામાં આવતી નથી. ગુજરાત રાજ્ય દ્વારા ભરતી કરવામાં આવે તેવું અમારી માંગ છે.
આ પણ વાંચો: