- ગાંધીનગરમાં કોરોના વેક્સિન માટે સ્ટોરેજ રૂમ બનાવાયો
- 10 લાખ જેટલા ડોઝ રહે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી
- અમદાવાદ અને ભાવનગર માટેની રસી પણ અહીં કરાશે સ્ટોરેજ
ગાંધીનગરઃ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બનાવવામાં આવેલા સ્ટોરેજ વેક્સિન રૂમના ઈન્ચાર્જ માલતીબેન પંચાલે ETV ભારત સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સ્ટોરેજમાં 10 લાખ ડોઝ રાખી શકાય તેટલી કેપેસિટી રાખવામાં આવી છે. આ સ્ટોર રૂમમાં ગાંધીનગર ઉપરાંત અમદાવાદ અને ભાવનગર જિલ્લાની કોરોના વેક્સિન પણ સ્ટોરેજ કરવામાં આવશે.
વેક્સિન માટે તાપમાન માઈનસ સુધીનું રાખવામાં આવ્યું
તાપમાન માઇનસ ડિગ્રીમાં ETV ભારત દ્વારા રૂમની અંદર જઈને ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વેક્સિન માટે તાપમાન માઈનસ સુધીનું રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વેક્સિન માટે ખાસ તાપમાનની જરૂર પડે છે, ત્યારે ગાંધીનગર ખાતે રાખવામાં આવેલા સ્ટોરેજ રૂમનું તાપમાન પણ ખૂબ જ નીચું રહ્યું છે.
ત્રણ અલગ-અલગ વિભાગમાં આ રૂમ તૈયાર કરવામાં આવ્યો
આમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની પાછળ કેમ્પસમાં કોરોના વેક્સિન માટેનો સ્પેશિયલ સ્ટોરેજ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. ત્રણ અલગ-અલગ વિભાગમાં આ રૂમ તૈયાર કરવામાં આવ્યાં છે, જેમાં ગાંધીનગર, અમદાવાદ અને ભાવનગર જિલ્લા માટેની કોરોના રસીના ડોઝ મુકવામાં આવશે. જે કુલ 10 લાખથી વધુની કેપેસીટી ધરાવતા હોવાનું પણ વેક્સિન સ્ટોરના ઈન્ચાર્જ માલતીબેન પંચાલે જણાવ્યું હતું.