ગાંધીનગર: રાજ્યમાં સમરસતા લાવવા તેમજ અનુસૂચિત જાતિ (Scheduled Castes In Gujarat), વિકસતી જાતિ અને આર્થિક રીતે નબળા વર્ગો (Economically Backward Class Gujarat)માં શૈક્ષણિક અને આર્થિક વિકાસનું સ્તર ઊચું લઈ જવા માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અંદાજપત્ર (Social Justice And Empowerment Gujarat)માં કુલ રૂપિયા 8632.04 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
વિધાર્થીઓને ફાયદો- અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિઓના ધોરણ 1થી 8માં અભ્યાસ (SC ST Students In Primary Schools Gujarat) કરતા તેમજ આદર્શ નિવાસી શાળાઓમાં (adarsh nivasi schools gujarat) અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચૂકવવામાં આવતી ગણવેશ સહાયમાં રૂપિયા 300નો વધારો, દિવ્યાંગ વિધાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃતિ (Scholarships for disabled students gujarat)ની રકમમાં દરેક તબક્કે રૂપિયા 500નો વધારો, અનુસૂચિત જાતિ-વિકસતી જાતિ તેમજ અતિ પછાત જાતિના વિધાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃતિની (Scholarships for SC ST students gujarat) રકમમાં રૂપિયા 250થી રૂપિયા 500નો વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Gujarat Assembly 2022: ફૂટેલ હોય તેને બધું ફુટેલું લાગે, પુરાવા હોય તો લાવો સરકાર કાર્યવાહી કરશે
શિક્ષણ સ્ટાફને ફાયદો- અનુસૂચિત જાતિ તેમજ વિકસતી જાતિઓના ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલય તથા આશ્રમશાળાને ચૂકવવામાં આવતા વિદ્યાર્થીદીઠ માસિક નિભાવ ભથ્થું રૂપિયા 1500ની જગ્યાએ હવે રૂપિયા 2169 ચૂકવવામાં આવશે. ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયો (grant-in-aid hostels gujarat)માં કામ કરતા સ્નાતક ગૃહપતિ-ગૃહમાતા અને અન્ય કર્મચારીઓના વેતનના દરોમાં રૂપિયા 2000થી રૂપિયા 3500 સુધીનો વધારો, ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોમાં હાલ વિદ્યાર્થીદીઠ ચૂકવામાં આવતા ભાડાના દરોમાં પણ 100 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
અનુસૂચિત જાતિના લોકોને લગ્ન યોજનામાં ફાયદો- અનુસૂચિત જાતિના અને વિકસતી જાતિઓના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલી Ph.D. શિષ્યવૃત્તિ યોજના (Ph.D. Scholarship scheme gujarat)માં રૂપિયા 70,000 જેટલી માતબર રકમનો વધારો, ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન યોજનામાં નવદંપતિને અપાતી સહાયમાં રૂપિયા 1,50,000નો વધારો જે 2.5 લાખ થાય છે.
દિવ્યાંગો માટે હેલ્પલાઇન- રાજ્યના દિવ્યાગોં પોતાને અનુભવાતી મુશ્કેલીઓની યોગ્ય રીતે રજૂઆત કરી શકે તે હેતુસર સરકારે રાજ્યમાં પ્રથમવાર રૂપિયા 25 લાખના ખર્ચે દિવ્યાંગો માટેની સાંકેતિક ભાષામાં 24×7 હેલ્પલાઇન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.