ETV Bharat / city

ગાંધીનગર મનપા વિસ્તારમાં અત્યાર સુધી 1,01,954 લોકોને વેક્સિન આપવામાં આવી - Ghandhinager

ગાંધીનગર મનપા વિસ્તારમાં અત્યાર સુધી એક લાખથી વધુ લોકોએ વેક્સિનના પ્રથમ ડોઝ લીધા છે જ્યારે 36,184 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. સૌથી વધુ વેક્સિન લેવાની સંખ્યા 18 થી 44વયના લોકોમાં જોવા મળી છે. તેમાં પણ સ્ત્રીઓ કરતા પુરુષોની સંખ્યા વેક્સિન લેવામાં વધુ છે. જ્યારે ગ્રામ્ય લેવલની વાત કરવામાં આવે તો બે લાખથી પણ વધુ લોકોએ વેક્સિનના પ્રથમ ડોઝ લીધા છે.

xx
ગાંધીનગર મનપા વિસ્તારમાં અત્યાર સુધી 1,01,954 લોકોને વેક્સિન આપવામાં આવી
author img

By

Published : May 27, 2021, 7:29 AM IST

  • રોજના અત્યારે 4,000થી વધુ લોકોને અપાઈ રહી છે વેક્સિન
  • મનપા વિસ્તારમાં 25 સેન્ટરો પર અપાઈ રહી છે વેક્સિન
  • ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી

ગાંધીનગર : કોરોનાની બીજી લહેર (Second Wave Of Corona) માં લોકો વેક્સિન (Vaccine) લેવા માટે સજાગ બન્યા છે. ગાંધીનગર (Gandhinagar) મનપા વિસ્તારમાં 1,01,954 લોકોએ અત્યાર સુધી વેક્સિન લીધી છે. જેમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા વેક્સિનેશનના ડોઝ વધારવામાં આવતા રસીકરણની કામગીરી પણ ઝડપી બની છે. છેલ્લા ત્રણ દિવસથી 4,000થી પણ વધુ લોકોને દિવસમાં વેક્સિન આપવામાં આવી રહી છે જે કારણે મનપા વિસ્તારમાં પણ વેક્સિનના સેન્ટર વધારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રામ્ય લેવલે પણ વેકસીનની પ્રક્રિયા ઝડપી બની રહી છે. અત્યારે ગાંધીનગર મનપા વિસ્તારમાં 25 સેન્ટરો પરથી વેક્સિન આપવાની કામગીરી થઇ રહી છે.

મનપા વિસ્તારમાં વેક્સિન લેવામાં સ્ત્રીઓ કરતા પુરુષોનું પ્રમાણ વધુ

ગાંધીનગરમાં મનપા વિસ્તારમાં એક લાખથી વધુ લોકો એ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. જેમાં પુરુષો મહિલાઓની સરખામણીમાં વેક્સિન લેવામાં અગ્રેસર છે. વેક્સિન લેવાની સંખ્યામાં પુરુષોની સંખ્યા 58,300 છે. જેની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા 30,091 છે. ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં 2,06,278 લોકોને વવેક્સિન આપવામાં આવી છે. કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારના લોકો પણ પહેલા કરતા જાગૃત થઈ રહ્યા છે.

ગાંધીનગર મનપા વિસ્તારમાં અત્યાર સુધી 1,01,954 લોકોને વેક્સિન આપવામાં આવી

આ પણ વાંચો : દમણમાં 56000થી વધુ લોકોએ વેક્સિનના ડોઝ લીધા

18 વર્ષથી મોટી ઉંમરના લોકોની સંખ્યા વેક્સિન લેવામાં સૌથી વધુ

અત્યાર સુધી મનપા વિસ્તારમાં જે લોકોને વેક્સિન આપવામાં આવી છે તેમાં સૌથી વધારે પ્રમાણ 18 થી 44 વર્ષના લોકોમાં જોવા મળ્યું છે. જેમને અત્યાર સુધી 47,771 લોકોએ વેક્સિન લીધી છે. જ્યારે 40થી 60 વર્ષની વચ્ચેના ત્રણ 31,091 લોકોએ વેક્સિન લીધી છે. 60વર્ષથી વધુ ઉંમરના 23,139 લોકોએ રસી મેળવી લીધી છે. હાલમાં કોરોના રસી લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.