- કોર્પોરેશન વિસ્તારમાં ગઈ કાલે 16 કેસો આવ્યા
- એક પણ દર્દી હજુ સુધી ગંભીર નહીં
- શનિવારે 16 નવા કેસો સામે આવ્યા
ગાંધીનગર :ધોળાકુવા અત્યાર સુધી ચાર દિવસમાં ટોટલ 70થી વધુ કેસો નોંધાયા છે, આ કેસો હજુ પણ વધવાની શક્યતાઓ છે. જો કે હજુ સુધી એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં નથી આવ્યા. કેમ કે, ગાંધીનગર કોર્પોરેશન દ્વારા સ્થળ પર જ સારવાર આપવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.
તત્કાલિક ઓ.પી.ડી.ની સારવાર શરૂ કરાઇ
ગામમાં ચંચળ માતાના મંદિરે તત્કાલિક ઓ.પી.ડી.ની સારવાર શરૂ કરવામાં આવી છે. દર્દીઓમાં રોગના કોઈ પણ લક્ષણ જોવા મળે તો તેમને સ્થળ પર જ સારવાર આપવામાં આવે છે. 15 ટીમો દ્વારા સતત સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. આ પહેલા 10 ટીમો સર્વેલન્સની કામગીરી કરતી હતી. આજે(રવિવારે) પણ નવા કેસો સામે આવી રહ્યા છે. 15 ટીમોને કામે લગાડવામાં આવી છે. રોજે રોજ નવા કેસો સામે જોવા મળી રહ્યા છે. શનિવારે જ 16 નવા કેસો સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો : કલોલમાં રોગચાળો વધતા 10 હજારની વસતી ધરાવતા પૂર્વ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
800 જેટલા ઘરોના 4,000 જેટલા વ્યક્તિઓનો સર્વે કરાયો
અત્યાર સુધી 780થી 800 જેટલા ઘરોના 4,000 જેટલા વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે.. ગાંધીનગર કોર્પોરેશનના મેડિકલ અધિકારી કલ્પેશ ગોસ્વામીએ કહ્યું કે, જ્યા સુધી કેસો આવવાના બંધ નહીં થાય ત્યાં સુધી આ પ્રકારે સર્વે ચાલુ રાખવામાં આવશે. 1500 ક્લોરિન ટેબ્લેટ અને 200 ઓ.આર.એસ.ના પેકેટ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ડીસામાં પીવાના પાણીથી રોગચાળો ન વધે તે પાણીના ટાંકાની Chlorination ચકાસણી કરાઈ