- વિધાનસભા ગૃહમાં ડોકટરની અછત મુદ્દે થઈ ચર્ચા
- પ્રશ્નોતરીકાળ દરમિયાન તબીબની અછત સામે આવી
- બાળ નિષ્ણાંત તબીબ મુદ્દે વિધાનસભામાં કકળાટ
- રાજ્યમાં કુલ 58 જેટલા સ્પેશિયલ બાળ તબીબની અછત સામે આવી
- સરકારને બાળરોગના તબીબો નથી મળતા
ગાંધીનગર: વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બાળરોગોના નિષ્ણાત તબીબો પ્રાપ્ત થતાં નથી. આ બાબતે વધુ વિગત આપતા તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2015માં રાજ્ય સરકારે GPSCના 141 જેટલા બાળ રોગના તબીબોની ભરતી માટે માંગણીપત્ર મોકલ્યું હતું. જે GPSCએ જાહેર પરીક્ષા યોજીને 141 પૈકી 6 જ ઉમેદવારો રાજ્ય સરકારને પ્રાપ્ત થયા હતા. જ્યારે અન્ય તબીબો સરકારમાં જોડાવા માંગતા ન હોવાનું નિવેદન પણ રાજ્યના આરોગ્ય પ્રધાન નીતીન પટેલે આપ્યું હતું.
આ પણ વાંચોઃ વિધાનસભામાં ચર્ચા દરમિયાન પક્ષ-વિપક્ષ આમને સામને
વર્તમાન સમયમાં સ્પેશિયાલીટી હોસ્પિટલનો સ્પેશિયલ ટ્રેન્ડ
રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સ્પેશિયાલીટી હોસ્પિટલનો સ્પેશિયલ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં 1થી7 જેટલા સ્પેશિયલ ભેગા થઈને મલ્ટીસ્પેશિયલ હોસ્પિટલ બનાવે છે. જેથી હવે રાજ્ય સરકારની સરકારી હોસ્પિટલમાં પ્રાપ્ત થતાં નથી. જ્યારે લોકડાઉનમાં પણ સવા લાખ રૂપિયાના પગારની ઓફર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. તેમ છતાં પણ રાજ્ય સરકારને તબીબ મળ્યા નથી. સરકારમાં સેવા આપો અને તમે તમારું પણ ખાનગી ક્લીનીક ચાલુ રાખો તેવી વ્યવસ્થા પણ ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ રાજ્યમાં ઉનાળા માટે પીવાના પાણીનો પૂરતો સ્ટોક, ઉનાળા પાકને લઈને નર્મદાનું પાણી છોડવામાં આવશે : નીતિન પટેલ
બહારના વિધાર્થીઓ પાસેથી સરકાર બોન્ડ લઈ શક્તિ નથી
તબીબોની અછત મુદ્દે વિધાનસભા ગૃહમાં રાજય સરકાર ડોક્ટરો પાસેથી લેખિતમાં બોન્ડ કરે તેવા પણ નિવેદનો સામે આવ્યા હતા. તેના જવાબમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે અનુસ્નાતકમાં રાજ્ય સરકાર બહારના વિદ્યાર્થીઓ પાસેથી ૫૦ લાખ રૂપિયાનો બોન્ડ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેમને ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવી હતી. પરંતુ આ તમામ વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં રિટ પિટિશન કરી હતી અને હાઈકોર્ટે જવાબ આપ્યો હતો કે સરકાર આવું કરી શકે નહીં. જેથી હવે રાજ્ય સરકાર ગુજરાત બહારના વિદ્યાર્થીઓ પાસેથી પણ લઈ બોન્ડ લઈ શકતી નથી.
આરોગ્ય અધિકારીઓ ફોન નથી ઉપાડતા: કોંગ્રેસના ધારાસભ્ય જસુ પટેલ
વિધાનસભા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન બાળરોગ અને બાળકોના નિદાન મુદ્દે ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય જસુ પટેલે વિધાનસભાની ગેલેરીમાંથી છલાંગ મારવાની ધમકી ઉચ્ચારી હતી અને તેમણે જણાવ્યું હતું કે તેમના જિલ્લામાં તેમના જ આરોગ્ય અધિકારીઓ ફોન ઉપાડતા નથી અને કોઇ પ્રકારનો જવાબ આપતા નથી તેવા પણ આક્ષેપો કર્યા હતા. વિધાનસભા અધ્યક્ષે તેમને બેસી રહેવાની સૂચના આપી હતી અને આ બાબતે સરકાર સમક્ષ પણ વાત મૂકવામાં આવી હતી.