રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરાત
10 જુલાઈ સુધી વેક્સિન લેવાની સમય મર્યાદા વધારાઇ
30જૂન વેપારીઓને વેક્સિન લેવાનો હતો અંતિમ દિવસ
ગાંધીનગર : રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અગાઉ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ વેપારીઓને 30 જૂન સુધી વેક્સિન(vaccine)લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ આજે ફરીથી રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શિક્ષણ માટે કમિટીની બેઠકમાં વેપારીઓ માટેની વેક્સિન(vaccine) લેવાની સમય મર્યાદા વધારવામાં આવી છે, જેમાં અંતિમ તારીખ હવે 10 જુલાઈ નક્કી કરવામાં આવી છે.
વેક્સિનનો સ્ટોક ઓછો
વેક્સિનના સ્ટોક અંગે વાત કરવામાં આવે તો રાજ્ય તથા તમામ જિલ્લાઓમાં એક લાખથી વધુ રજીસ્ટ્રેશન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ અને વિસ્તારોમાંથી વ્યક્તિ ન હોવાની ફરિયાદ પણ સામે આવી છે. જ્યારે અનેક જિલ્લાઓમાં વેક્સિનેશન (vaccination)સેન્ટર પણ બંધ કરી દેવામાં આવ્યા છે, ત્યારે રાજ્ય સરકારે હવે વેપારીઓ માટે વેક્સિનેશન ફરજીયાત 10 જુલાઈ સુધી કરવામાં આવ્યું છે.
2.61 કરોડ લોકોએ લીધો પ્રથમ ડોઝ
રચના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કોરોના વાયરસનો પહેલો એટલે કે પ્રથમ ડોઝ રાજ્યમાં કુલ 2.61 કરોડ લોકોને આપવામાં આવ્યો છે અને જ્યારે અત્યાર સુધીમાં કુલ 2.56 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. રાજ્યમાં 41 ટકા લોકોને વેક્સિન આપવામાં આવી છે. જ્યારે 18 વર્ષના ઉપરની વયના લોકોને એટલે કે 4,93,20,903 માંથી 2 કરોડ 61 હજાર 255 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
રાજ્યમાં વેક્સિનનો સ્ટોક આવશે
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, કેવી રીતે રાજ્યમાં રસીનો જથ્થો ઓછો થઈ રહ્યો છે અને અમુક વેક્સિનેશન સેન્ટર બંધ કરવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યારે આવનારા દિવસોમાં પણ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં હવાઈ માર્ગે પણ રાજ્ય સરકાર જથ્થો ઉપલબ્ધ કરાવે તે દિશામાં કાર્ય શરૂ થયા છે..