ગાંધીનગર : ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લેનું ઉત્પાદન થાય તે માટે ઉદ્યોગોને સહાય આપવાના હેતુથી ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર નીતિ 2022 -27ની જાહેરાત (Semiconductor Industries in Gujarat) કરી છે. આ સેમિકન્ડક્ટર નીતિ 2022 -27નો સૌથી વધુ લાભ ધોલેરા સ્માર્ટ સિટીને (Dholera Smart City )થવાનો છે. ગુજરાત સેમિકન્ડક્ટર નીતિ 2022 -27 (Gujarat Semiconductor Policy 2022) અંતર્ગત ધોલેરામાં અલાયદુ સેમીકોન સિટી (Dholera Semicon City) સ્થાપવામાં આવશે.
200 એકર જમીન ખરીદી પર 75 ટકા સબસિડી - આ નીતિ (Gujarat Semiconductor Policy 2022)અંતર્ગત પાત્રતા ધરાવતા પ્રોજેક્ટ્સને પ્રથમ 200 એકર જમીન ખરીદી પર 75 ટકા સબસિડી અને ફેબ પ્રોજેક્ટ અથવા અપસ્ટ્રીમ/ડાઉનસ્ટ્રીમ તથા ISM હેઠળ મંજૂર થયેલા અન્ય પ્રોજેક્ટ્સ માટે જરૂરી વધારાની જમીન ઉપર 50 ટકા સબસિડી (Dholera Semicon City)આપવામાં આવશે.ધોલેરા ઇન્ડ્સ્ટ્રીયલ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડના જનરલ મેનેજર દિલીપ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે જાહેર કરેલી સેમિકન્ડક્ટર નીતિને પરિણામે ધોલેરામાં સેમિકન્ડક્ટર ઉદ્યોગોનું આગમન થશે અને મોટા પાયે રોજગારીની નવી તકો ઉભી થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને કારણે ધોલેરા સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝનું નેશનલ હબ (Semiconductor Industries in Gujarat) બનશે.
આ પણ વાંચોઃ High Court notice to Dholera: ધોલેરા SIR ડેવલોપમેન્ટ ઓથોરિટીને હાઇકોર્ટની નોટિસ
50 ટકા કેપિટલ સબસિડી - દિલીપ બ્રહ્મભટ્ટે કહ્યું કે, ધોલેરામાં સ્થપાનારા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટમાં પ્રારંભિક 5 વર્ષમાં ડિસેલિનેશન પ્લાન્ટ બનાવવા માટે વધારાની 50 ટકા કેપિટલ સબસિડી (Dholera Semicon City)આપવામાં આવશે. પ્રોજેક્ટને સારી ગુણવત્તા અને પાણીના અવિરત પુરવઠાની સુવિધા આપવામાં આવશે. ધોલેરામાં સ્થપાનારા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને સ્માર્ટ ગ્રીડ કનેક્ટિવિટી દ્વારા વૈકલ્પિક અને વિશ્વસનીય પાવર સપ્લાય સાથેની સુવિધા આપવામાં આવશે. પ્રોજેક્ટને કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (સીટીપી) અને ટ્રીટમેન્ટ, સ્ટોરેજ અને ડિસ્પોઝલ ફેસિલિટીઝ (ટીએસડીએફ) ની સુવિધા પણ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી જાહેર, જાણો શું છે પોલિસી
પ્રતિ ઘન મીટરના દરે સારી ગુણવત્તાનું પાણી - ઉલ્લેખનીય છે કે, સેમિકન્ડક્ટર પોલીસી (Gujarat Semiconductor Policy 2022)અંતર્ગત તમામ પાત્રતા ઘરાવતા પ્રોજેક્ટ્સને પ્રથમ પાંચ વર્ષના સમયગાળા માટે રૂ.12 પ્રતિ ઘન મીટરના દરે સારી ગુણવત્તાનું પાણી ઉપલબ્ધ (Dholera Semicon City)કરાવવામાં આવશે. ત્યારબાદના આગામી પાંચ વર્ષ માટે વાર્ષિક ધોરણે ૧૦ ટકાના દરે પાણીના દરમાં વધારો કરવામાં આવશે.આ પોલીસી અંતર્ગત પાત્રતા ધરાવતા પ્રોજેક્ટ્સ માટે ઉત્પાદનની (Semiconductor Industries in Gujarat) શરૂઆતથી ૧૦ વર્ષના સમયગાળા માટે યુનિટ દીઠ રૂ. 2 ની પાવર ટેરિફ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે તથા ગુજરાત ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક્ટ, ૧૯૫૮ હેઠળ નિર્ધારિત જોગવાઈઓ અનુસાર તમામ પાત્ર પ્રોજેક્ટ્સ વિદ્યુત શુલ્ક ભરવામાંથી મુક્તિ મેળવી શકે છે.
સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીના એક વખતના વળતરની જોગવાઈ - આ પોલીસી (Dholera Semicon City)અંતર્ગત પ્રોજેક્ટના હેતુ માટે જમીનના ભાડાપટ્ટા/ વેચાણ/ ટ્રાન્સફર માટે પાત્ર પ્રોજેક્ટ્સ દ્વારા સરકારને ચૂકવવામાં આવેલ 100 ટકા સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીના એક વખતના વળતરની જોગવાઈ કરવામાં આવી છે.ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (Meity) હેઠળના ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) ની તર્જ ઉપર ગુજરાતમાં નોડલ એજન્સી (Semiconductor Industries in Gujarat) તરીકે ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) ની સ્થાપના કરવામાં આવી છે.
મંજૂરીઓ માટેની સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ - GSEM -મિશન સેમિકન્ડક્ટર નીતિ (Dholera Semicon City) મુજબ કાર્ય કરી રોકાણકારો માટે ઝડપી, સક્રિય અને પારદર્શક રીતે તમામ જરૂરી કાયદાકીય મંજૂરીઓ માટેની સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ તરીકે કાર્ય (Semiconductor Industries in Gujarat) કરશે. ધોલેરા ઇન્ડ્સ્ટ્રીયલ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડના જનરલ મેનેજર દિલીપ બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું છે કે, સેમિકન્ડક્ટર નીતિ 2022 -27ને (Gujarat Semiconductor Policy 2022) અનુસરીને ‘ધોલેરા સર’ સેમિકન્ડક્ટર ઉદ્યોગકારો, મૂડીરોકાણકારોને સેમિકોન સિટીમાં આવકારવા માટે આતુર છે. તેમણે દેશ અને દુનિયાના ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપને સેમિકોન સિટીમાં સ્થાયી થવા આહ્વાન કર્યું છે.